________________ પાર્શ્વનાથને પૂર્વ ભવ. દાક્ષિણ્ય, સૈજન્ય, સત્ય, શૌચ અને દયા વિગેરે ગુણેથી તે કનિષ્ઠ છતાં યેષ્ઠ બની ગયે, અને જ્યેષ્ઠ કમઠ તે મિથ્યાત્વના કઠિનપણાથી મગશેળીયા પાષાણ જે રહ્યો. એક કુળમાં જન્મ પામ્યા છતાં પુત્રે બધા સદશ થતા નથી. કહ્યું છે કે –“કેટલાક તુંબડાં - ગીના હાથમાં આવીને પાત્રપણાને પામે છે, કેટલાક શુદ્ધ વંશ સાથે સંલગ્ન થઈને સરસ અને મધુર ગાયન કરે છે, કેટલાંક સારા દેરડાથી ગ્રથિત થઈ દુસ્તર જળાશયને પાર પમાડે છે અને કેટલાક તુંબડા હદયમાં જવલિત થઈ રક્તપાન કરવાના ઉપગમાં આવે છે.” તેમજ વળી–“ગુણથી ઉજવલ એવા પ્રદીપ અને સરસવ લઘુ છતાં લાળે છે અને પ્રદીપન (આગ) તથા બિભીતક (બેડા) મેટા છતાં તે શ્રેષ્ઠ નથી.' ભાવયતિ એવા મરભૂતિને સ્વપ્ન પણ કામવિકાર થતો નહતો અને તેની પત્ની વસુંધરા કામાકુળ રહ્યા કરતી હતી. કમઠનું તેની પર અત્યંત સવિકારી મન થયું હતું, તેથી તેણે સવિકારી વચને કહ્યા અને તેને પોતાને વશ કરી લીધી. પછી તે બંને કામાંધ થઈ નિરંકુશપણે નિરંતર અનાચારમાં તત્પર થયા અને સ્વેચ્છાએ કામકીડા કરવા લાગ્યા. કમઠની સ્ત્રી વરૂણાએ તે બધું અનુચિત જાણુંને મરૂભૂતિને નિવેદન કર્યું. તે વાત સાંભળીને મરૂભૂતિએ તેને કહ્યું કે એ વાત સંભવતી નથી.” વરૂણ તેને વારંવાર એ વાત કહેવા લાગી, એટલે તેની ખાત્રી કરવા સારૂ એકદા મરૂભૂતિ ગ્રામાંતર જવાના મિષથી કમઠની રજા લઈ થડે દૂર જઈને પાછા વળે. અને સંધ્યા વખતે શ્રાંત કર્પટી થઈને કમઠના ઘેર આવી તેની પાસેજ રાત્રીવાસે રહેવાની યાચના કરી. એટલે કમઠે વિચાર કર્યો કે-“જેના ઘરથી અતિથિ નિરાશ થઈને પાછા ફરે છે, તે તેને હત આપી જાય છે અને પુણ્ય લઈ જાય છે. એમ વિચારીને તેને ઘરના ખુણામાં રાત્રીએ સુઈ રહેવા માટે જગ્યા બતાવી, એટલે તે 1 થાકેલો વેષધારી કાપડી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust