________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર–ભાષાંતર. ત્યાંજ રહીને કપટ નિદ્રાએ સુતે. રાત્રીએ મરૂભૂતિએ તે બંનેનું દુ. રિત્ર પિતાની નજરે જોયું. પછી પ્રભાતે તે સ્થાનથી દૂર જઈને મરૂભૂતિ પાછા સ્વગૃહે આવ્યું, અને મનમાં કુપિત થયે. કારણકે સ્ત્રીને પરાભવ તિથી પણ સહન થઈ શકતો નથી. પછી ભવિતવ્યતા ગે મરૂભૂતિએ તે બંનેનું દુશ્ચરિત્ર અરવિંદ રાજાને નિવેદન કર્યું. તે સાંભળીને તેજના નિધાન રૂપ તે રાજા કપાયમાન થયે અને ધર્મિષ્ઠ જનેને સેમ્ય, અન્યાય માગે ચાલનારાને યમ અને યાચકને કુબેર સમાન એવા તે રાજાએ કેટવાળને બોલાવીને આપ્રમાણે આદેશ કર્યો કે,–“અરે! આ કમઠને તરત નિગ્રહ કરો.” એટલે તેણે યમદૂતની જેમ તેને ઘરે જઈને કમઠને બાંધી ગધેડા પર બેસાડી શિક્ષાપૂર્વક સૂપડાનું છત્ર માથે ધરીને પાપના ફળરૂપ સ્થળ બિલવફળનો હાર ગળામાં નાંખી તથા શરાવલાંની વરમાળા પહેરાવી કોહલીકા-વાઘપૂર્વક તેને આખા નગ૨માં ફેરવીને તેની વિડંબના કરી. પછી " अवध्यो ब्राह्मणो बालः, स्त्री तपस्वी च रोगवान् / विधेया व्यंगिता तेषा-मपराधे महत्यपि // બ્રાહ્મણ, બાલક, સ્ત્રી, તપસ્વી અને રેગી—એમને માટે અપરાધ થાય તે પણ તેમને અન્ય શારીરિક શિક્ષા કરવી, પ્રાણ રહિત ન કરવાં.” એમ કહેલું હોવાથી તેને અવધ્ય જાણીને નગરથી બહાર કહાડી મૂક્યું, અને રાજપુરૂષે સ્વસ્થાને ગયા. પછી એકાકી શરણરહિત તે કમઠ દીનની જેમ જંગલમાં આમતેમ ભટકતો મનમાં વિચારવા લાગ્યું કે મારા સહોદરથીજ મને આ પ્રમાણે પરાભવ પ્રાપ્ત થયે, તેથી હું કઈ રીતે પણ તેને વધ કરૂં,' એમ વિચારતા ક્ષુધા અને રેષથી પૂર્ણ સતે તે મરૂભતિનું કંઈ પણ અનિષ્ટ કરવાને શક્તિમાન થયે નહીં. કેટલાક દિવસ પછી તે કઈ તાપસના આશ્રમમાં ગયા અને ત્યાં શિવ નામના મુખ્ય તાપસને પ્રણામ કરી પોતાનું દુઃખ જણાવીને તેની પાસે તાપસી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust