________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. આ લોક અને પરલોકમાં તમેજ મને શરણ થાઓ.” આ પ્રમાણે જિતેંદ્રની સ્તુતિ કરી ચક્ષુને આનંદજળથી પૂર્ણ કરી ઉભે થઈને પુન: આ પ્રમાણે તે વિજ્ઞપ્તિ કરવા લાગે –“હે સ્વામિન્ ! હે ઐકય નાયક ! સંસારસાગરથી મારે નિસ્તાર કરે.” એમ પ્રતિદિન ભક્તિ કરતાં બહુ કાળ વ્યતીત કરીને તે વૃદ્ધાવસ્થા પામ્યો. કહ્યું છે કે –“જરા આવતાં ગાત્ર સંકુચિત થાય છે, ગતિ ખલિત થાય છે, દાંત નાશ પામે છે, દષ્ટિ હીન થાય છે, રૂપની હાનિ થાય છે, મુખમાંથી લાળ ઝરે છે, સ્વજને વચન માનતા નથી અને પત્ની સેવા કરતી નથી. અહો ! જરાથી પરાભવ પામેલા પુરૂષની પુત્ર પણ અવજ્ઞા કરે છે–એ બહુ ખેદની વાત છે.” તેમજ વળી કહ્યું છે કે- જરા આવતાં મુખમાંથી લાળની માળા ઝરે છે, દાંત ગળીત થાય છે અને મુખપર લાલી રહેતી નથી, શરીર જરાથી જીર્ણ થાય છે અને માથે પલિતાકુર પ્રગટ થાય છે, ગતિ શ્રાંત થાય છે અને નયનચુગળમાં તેજ ક્ષીણ થાય છે તથા સદા પાણી વહ્યા કરે છે. અહો ! તે પણ તૃષ્ણારૂપી સ્ત્રી વૃથા મનુષ્યને સતાવ્યા કરે છે, અર્થાત્ એ સ્થિતિમાં પણ તૃષ્ણ મંદ થતી નથી.’ આ પ્રમાણે વૃદ્ધાવસ્થા પામતાં તૃણવત્ રાજ્યનો ત્યાગ કરીને પિતાના પુત્રને રાજ્યભાર સેંપી રાજાએ સદ્દગુરૂની સમીપે દીક્ષા અંગીકાર કરી. પછી છઠ્ઠ અને અઠ્ઠમાદિક તપસ્યા કરતાં, બાવીશ પરીષહેને જય કરતાં, વિધિપૂર્વક ચારિત્ર પાળતાં પ્રાંતે અનશન કરી લલિતાંગમુનિ ઔદારિક દેહ ત્યાગ કરી સ્વર્ગસ્થ થયા. ત્યાં દેવસુખ ભેગવીને મહાવિદેહમાં સિદ્ધિપદને પામશે, માટે ઉત્તમ . મનુષ્યએ ધર્મથીજ જય સમજીને ધર્મમાં સદા ઉદ્યમ કરે.” ઇતિ લલિતાંગકુમાર કથા. આ પ્રમાણે મુનિરાજની દેશના સાંભળીને બહુ લેકે પ્રતિબધ પામ્યા અને પોતપોતાના ભાવ પ્રમાણે નિયમ અને અભિગ્રહ લઈ નમસ્કાર કરીને સર્વે સ્વસ્થાને ગયા. તે વખતે પ્રકૃતિએ લઘુ કમી મરૂભૂતિ વિષયથી વિરક્ત થઈ ધર્મકર્મમાં તત્પર થયે. દક્ષતા, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust