________________ 33 લલિતાંગ કુમાર કથા. લલિતાંગકુમાર પણ રાજ્યની પ્રાજ્ય સામ્રાજ્યસંપત્તિ પામીને સમસ્ત જનને હર્ષજનક થઈ પડ્યો, અને પિતાની પ્રજાને પુત્રવત્ પાળવા લાગ્યા. કહ્યું છે કે –“શઠનું દમન, અશઠનું પાલન અને આશ્રિતનું ભરણપોષણ કરવું–એ રાજાનું મુખ્ય કર્તવ્ય છે, બાકી ( જળ ) અભિષેક, પટ્ટાબંધ અને વાળવ્યજન (ચામર, અન્યપક્ષે વાલવ્યજન તે વાળને દૂર કરવા તે)તે વ્રણ (ગુમડાં)ને પણ હોય છે.” તેમજ વળી–દુષ્ટને દંડ આપે, સ્વજનને સત્કાર કરે, ન્યાયથી ભંડારની વૃદ્ધિ કરવી, શત્રુઓથી દેશની રક્ષા કરવી અને પક્ષપાત ન કર-એ રાજાઓના પાંચ ધર્મ (કર્તવ્ય) કહ્યા છે. લલિતાંગ રાજા ધર્મવાનું અને પુણ્યવાન્ હોવાથી તેની પ્રજા પણ ધર્મ–પુણ્ય કરવા લાગી. “રાજા ધર્મિષ્ટ હોય તો પ્રજા ધર્મિષ્ટ થાય, રાજા પાપી હોય તે પ્રજા પાપિષ્ટ થાય અને સમાન હોય તે પ્રજા પણ સમાન થાય. પ્રજા રાજાનું અનુકરણ કરે છે. “યથા રાજા તથા પ્રજા” એ નીતિવાક્ય યથાર્થ છે. લલિતાંગકુમાર જનનીની જેમ પ્રજાની રક્ષા કરતા, પિતાની જેમ પ્રજાને ધન આપતો અને ગુરૂની જેમ પ્રજાને ધર્મમાં પ્રેરણા કરતે હતો. એ રીતે સુખપૂર્વક સમય ગાળતો હતો. એકદા ઉદ્યાનપાળકે આવી અંજલિ જેડી પ્રસન્ન મુખથી સ. ભામાં બેઠેલા રાજાને કહ્યું કે –“હે સ્વામિન્ ! જ્ય અને વિજયથી આપને વધાવું છું. નરવાહન રાજર્ષિ ભવ્યાબુજને પ્રતિબોધતા બહારના ઉદ્યાનમાં પધાર્યા છે.” આ પ્રમાણે સાંભળીને મનમાં અત્યંત હર્ષોલ્લાસ પામી રાજાએ તેને લક્ષ પ્રમાણ ધન આપ્યું. પછી સત્વર આદર અને આનંદપૂર્વક અંત:પુરના પરિવાર સહિત ગુરૂ મહારાજના ચરણકમળને વંદન કરવા ગયો. ત્યાં જઈ પાંચ અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણ દઈ ભૂતળપર પસ્તક સ્થાપી નેત્રને આનંદકારી એવા ગુરૂને વિધિપૂર્વક શુદ્ધ ભાવથી વંદના કરી અને અંજલિ જેડીને ભક્તિપૂર્વક સન્મુખ બેઠે. નગરજને પણ જ્ઞાનાતિશયથી દેદીપ્યમાન અને અનેક મુનિઓથી જેમના ચરણકમળ સંસેવિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust