________________ લલિતાંગ કુમારની કથા. 31 . પ્રમાણે બેલતા પુત્રને પિતાના ભુજાદંડમાં લઈ વિશાળ વક્ષસ્થળ સાથે દઢ આલિંગન કરીને પૂર્ણ ચંદ્ર સમાન પુત્રનું મુખ જોઈ હર્ષિત થઈ તેના મસ્તકપર ચુંબન કરી તે રાજા સગદગદ આ પ્રમાણે કહેવા લાગ્યો-“હે કુળદીપક વત્સ! તું એમ ન બેલ. સુવર્ણમાં સ્પામતા કઈ રીતે પણ આવે નહી. પૂર્વ દિશાનો ત્યાગ કરીને સૂર્ય પશ્ચિમ દિશામાં કદાપિ ઉદય પામે નહિ. કલ્પવૃક્ષ સમાન એવા તારાપર મેં જ અનુચિત આચર્યું હતું. પરંતુ કદાચ વૃદ્ધ ભાવથી મને મતિવિપયોસ થયે, પણ તારે આમ કરવું યુક્ત નહોતું. તારા વિયેગથી મને જે દુ:ખ થયું છે તે દુખ શત્રુઓને પણ ન થાઓ. વળી તારે તો તેમાં કશી હાનિ થઈ નથી. કારણ કે હંસતો જયાં જાય ત્યાં વસુધાના ભૂષણરૂપજ થાય છે. હાનિ તે માત્ર તે સરેવરને થાય છે કે જેને હંસની સાથે વિગ થયો. વળી પિતા પુત્રને શિક્ષા આપે તેથી તે ઉલટ તે ગેરવને પામે છે. કહ્યું છે કે “વિમિતાદિત પુત્ર, શિષ્યરતુ શિક્ષિત - घनाहतं सुवर्णं च, जायते जनमंडनम्" / / પિતાથી તાડન પામેલ પુત્ર, ગુરૂથી શિક્ષિત થયેલે શિષ્ય અને ઘણથી આઘાત પામેલું સુવર્ણ જનના મંડનરૂપ થાય છે.” વળી ઉપાલંભ વિના આવું સ્વ પુત્રનું માહાસ્ય કેમ જાણવામાં આવત? હે વત્સ ! અદ્યાપિ મારું ભાગ્ય જાગ્રત છે, કારણ કે તું આવતાં મારે વાદળાં વિના વરસાદ થવા જેવું થયું છે. હવે વધારે શું કહું? તું યોગ્ય છે. માટે આ રાય, આ ઘર, અને આ બધા પરિજનનો તું સ્વીકાર કર. અને પ્રજાનું પાલન કર. હું હવે પૂર્વજોએ આચરેલ વ્રત ગુરૂ સમીપે જઈને ગ્રહણ કરીશ.” પિતાના વિરહને સૂચવનારાં આ વચનો સાંભળીને લલિતાંગ સખેદ બેલ્યો કે –“હે તાત ! આટલા દિવસો તો મારા નિષ્ફળ ગયા, કે જેમાં મેં આપ પૂની સેવા ન કરી; માટે હે વિભે! હવે આપની સેવા ન કરી શકું એવી આજ્ઞા ન કરવી. તે રાજ્ય અને તે જીવિતથી પણ શું કે જેથી પ્રસન્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust