________________ લલિતાંગ કુમારની કથા. . munenmannnnn યથાર્થ નિવેદન કર્યું. તે સાંભળીને પ્રધાને રાજાને કહ્યું, એટલે રાજા પણ હર્ષ પાપે. તથાપિ શ્રીવાસનગરે નરવાહન રાજાને પિતાના દૂતની સાથે તેણે એક લેખ મેક. તે ત્યાં જઈને લેખ અર્પણ કર્યો અને મુખથી પણ બધું સ્વરૂપ નિવેદન કર્યું, એટલે નરવાહનરાજા તેના વચનથી જાણે પુન: સજીવન થયો હોય તેવો દીસવા લાગે. પછી હર્ષપૂર્વક તેણે આ પ્રમાણે કહ્યું કે “અહો ! અત્યારે જિતશત્રુ રાજા જે મારે કોઈ બંધુ નથી, જેણે અતિ દાનથી થયેલ તિરસ્કારને લીધે અપમાન સમજી પિતાના રાજ્યનો ત્યાગ કરીને ભ્રમણ કરતા મારા પુત્ર લલિતાંગને પોતાની પાસે રાખ્યો અને પિષિત કર્યા. હવે મારા વચનથી તેને સત્કાર કરી અત્યાદરપૂર્વક તેને અહીં મેકલે.” એમ કહીને વિશિષ્ટ ભેટણ યુકત પિતાના પ્રધાન પુરૂષને ત્યાં મોકલ્યા. તે પ્રધાન પુરૂષાએ ત્યાં જઈને યથાર્થ નિવેદન કર્યું. તે સાંભળીને જિતશત્રુ રાજા હૃદયમાં વિચારવા લાગ્યો કે:-“અહો ! અજ્ઞાનને વશ થઈને મેં શું કર્યું ?" પછી પિતાની પુત્રીને બેલાવી પિતાના ઉલ્લંગમાં બેસારીને ગળતા આ સુથી આદ્ધ થયેલા નેત્રયુક્ત રાજા સગદ્દગદ આ પ્રમાણે કહેવા. લાગે:-“હે વસે! ભર સહિત તું ચિરકાળ જીવતી રહે. મેં પાપીએ જે અનુચિત કર્યું તે ક્ષમા કરજે. તારા મને રથ બધા સિદ્ધ થાઓ.” પછી કુમારને બોલાવીને જિતશત્રુ રાજાએ સલજ વદને કહ્યું કે –“હે સત્યવીર કુમાર! દુર્જન એવા સજનના વચનથી મેં આ બધું વિરૂદ્ધ આદર્યું, પરંતુ તમારું ભાગ્ય અતિશય ગરિષ્ઠ છે, કે તે પાપીએ ખોટી મલિનતા જે દર્શાવી, તે તેને જ ફળિભૂત થઈ. માટે હે વત્સ ! હવે પછી તમારે કુસંગ ન કરે. વળી સાંભળોઃ-મારૂં અર્ધ રાજ્ય તે તમે સ્વગુણોથી જ મેળવી લીધું છે, શેષ અર્ધ રાજ્ય પણ હું તમને આપું છું, તે તમે ગ્રહણ કરે.” આ પ્રમાણે કહીને તેની ઈચ્છા નહી છતાં રાજાએ પોતે તેને પોતાના સિંહાસન પર બેસારીને વિધિપૂર્વક પટ્ટાભિષેક કર્યો અને પિતે તપસ્યા કરવા તપોવનમાં ચાલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust