________________ લલિતાંગ કુમારની કથાંતર્ગત જયરાજ કથા. - 27 mmmmmm આપીને સંતુષ્ટ કર્યા. એક એક પલ્લવ નીકળતાં રાજા દરરેજ તેને જેવા જતા હતા. એ રીતે તે આમ્રવૃક્ષ વર્ધમાન થતાં રાજાના હદયમાં મને રથ પણ વધવા લાગ્યા. એ પ્રમાણે સર્વાગે રમ્ય તે આમ્રવૃક્ષને મંજરી (માંજર) આવી, અને પ્રાંતે ચારે બાજુ ફળેથી તે શોભી રહ્યું, એટલે રાજા પોતાની પ્રજાને મનથી રેગ અને જરાની આપત્તિ રહિત માનવા લાગ્યું. એવામાં એક ફળની ઉપર સ્પેન પક્ષીએ પકડેલ સર્પના મુખમાંથી વિષ પડયું. તે વિષના તાપથી તે એક ફળ પકવ થઈ તૂટીને જમીનપર પડ્યું. તે ફળ બાગવાને લઈને રાજાની આગળ મૂક્યું; એટલે રાજાએ તેને પારિતોષિક આપીને તે ફળ પોતાના પુરોહિતને આપ્યું. પછી તે પુરોહિતે પણ પોતાનાં આવાસમાં જઈ દેવાર્ચન કરી હર્ષિત થઈને તે ફળનું ભક્ષણ કર્યું, એટલે ભક્ષણ કરતાં તે તરત મરણ પામે, તેથી શેકનો કોલાહલ થયે. તે જાણીને “આ. શું?” એમ સંભ્રાંત થઈને રાજા ચિંતામાં પડ્યું. તેનું મુખ શ્યામ થઈ ગયું. છેવટે તેણે વિચાર કર્યો કે;–“આ વિષફળ કોઈ વૈરીએ વણિકના હાથથી મને અપાવ્યું જણાય છે. અહે! હવે શું કરું?” પછી રાજાએ ક્રોધથી એકદમ ગરમ થઈને પોતાના કાષ્ટદક સેવકોને આદેશ કર્યો કે –હે સેવકે ! આ આમ્રવૃક્ષને એવી રીતે છેદી નાખે કે જેથી તેનું નામ પણ ન રહે.” આ પ્રમાણે આજ્ઞા થતાં તે સેવકોએ તરત ત્યાં જઈને તે આમ્રવૃક્ષ છેદી નાંખ્યું. તે સાંભળીને પોતાના જીવિતથી ઉદ્વેગ પામેલા કુછી, પાંગળા, અંધ વિગેરેએ ત્યાં જઈને સુખે પિતાનું મરણ સાધવા તે સહકારના ફળ અને પત્રાદિકનું ભક્ષણ કર્યું. એટલે ક્ષણવારમાં તેના પ્રભાવથી તેઓ મન્મથ જેવા રૂપવંત અને નિરેગી થઈ ગયા. આથી સંતુષ્ટ થઈને તે વૃત્તાંત તેમણે રાજાને નિવેદન કર્યો. એટલે રાજા વિસ્મય પામીને વિચારવા લાગ્યું કે “અહો ! આ શું આશ્ચર્ય ? ખરેખર! તે સાર્થેશનું વચન સત્ય હતું, કેઈ પણ કારણથી પ્રથમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust