________________ - શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. તમે મને મરતાં બચા. હવે હું કેઈપણ રીતે તમારા બાણથી મુક્ત થાઉં અને પ્રત્યુપકાર કરું એમ ઈચ્છું છું.”એટલે સાર્થેશ બે કે -" તું શું કરી શકીશ?” શુક બોલ્યો કે –“હે સાર્થેશ! આ સહકારનું ફળ તમેજ ગ્રહણ કરે.” સાથે શ બેલ્યો કે:-“હે શુક ! તું તારા માતપિતાને શું આપીશ ?" શુકે કહ્યું -“પુન: ત્યાં જઈ તે સહકારનું ફળ લઈને મારે સ્થાને જઈશ.” એમ કહી તે ફળ શેઠને દઈને શુક ઊડી ગયે. સાથેશ તે ફળ લઈને યત્નપૂર્વક તેની સંભાળ કરી અનુક્રમે જયપુરમાં આવ્યું. ત્યાં પોતાના સાથને નગરની બહાર રાખી તે મનમાં વિચારવા લાગ્યા કે આ ફળનું ભક્ષણ કરી મારે કુક્ષિ ભરવાપણુથી શું? પણ હું તેમ કરૂં કે જેથી જગતપર ઉપકાર થાય, માટે એ ફળ રાજાને આપું.” એ પ્રમાણે મનમાં વિચાર કરીને મુક્તાફળથી ભરેલા થાળ ઉપર તે આમ્રફળ રાખી તે ભેટયું લઈને સાથે રાજસભામાં ગ. પ્રતીહારના નિવેદનથી તે રાજસભામાં બેઠેલા રાજાની આગળ થાળ મૂકીને રાજાને નમ્યું. રાજાએ તે ભેટશું જોઈને વિસ્મય અને આદરપૂર્વક તેને પૂછ્યું કે:-“હે સાથેશ ! આમાં આ સહકાર ફળ કેમ મૂકયું છે? શું આમ્રવૃક્ષ તે જોયેલ નથી ?" તે સાંભળીને સાથે શ બાલ્ય કે –“હે સ્વામિન ! આ ફળનો પ્રભાવ સાંભળો.” એમ કહીને સાગરે તે ફળને બધો પ્રભાવ કહી બતાવ્યું. પછી રાજાએ પ્રસન્ન થઈને તેને સન્માન આપ્યું, અને ઉત્સુકતાથી તેની જકાત માફ કરી. પછી રાજાએ વિચાર્યું કે –“હું એકલેજ આ ફળનું કેમ ભક્ષણ કરું? માટે મારી પ્રજા નિરોગી થાય તેમ કરૂં.” આ પ્રમાણે વિચારી બાગવાનને બોલાવી તેને શિખામણ આપીને રાજાએ તેને આમ્રફળ રોપવા માટે આપ્યું, અને તેની રક્ષાને માટે પિતાના માણસે નીમ્યા. પછી તે આરામિકે પણ સારા સ્થાને તે રાખ્યું. અનુક્રમે તેને અંકુર ફૂટયા સાંભળીને રાજાએ ઉત્સવ કર્યો, તથા પુત્રજન્મની જેમ રાજાએ પોતાના આત્માને કૃતાર્થ માન્ય. . વળી તે આરામિક તથા આરક્ષકને પણ ભજન અને વસ્ત્રાદિક P.P. Ac. Gunratnasuri M.S. -- Jun Gun Aaradhak Trust