________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. એકદા કુળપતિએ પોતાના શિષ્યોને કહ્યું કે–“હે શિષ્યા મારું કથન સાંભળ–સમુદ્રમાં હરિમેલ નામે દ્વીપ છે. ત્યાં ઇશાન ખુણામાં એક મેટું આમ્રવૃક્ષ છે. તે સદા ફળવાળું છે. તેને વિદ્યાધરે, કિંન અને ગાંધર્વો સેવે છે. તે વૃક્ષ દિવ્ય પ્રભાવી છે. તેનાં ફળનું જે ભક્ષણ કરે છે તે રેગ, દોષ અને જરાથી મુક્ત થાય છે અને પુન: તેને નવ જીવન પ્રાપ્ત થાય છે.” પેલો શુક પણ આ વચન સાંભળીને બહુજ હષ્ટ થઈ વિચારવા લાગ્યો કે –“ગુરૂએ ઠીક કહ્યું. મારા માતપિતા જણાથી જીર્ણ અને દ્રષ્ટિથી રહિત થઈ ગયા છે, તો તેમને તે આમ્રફળ લાવી ખવરાવીને હું જાણમુક્ત થાઉં. કહ્યું છે કે જે માબાપ અને ગુરૂને વત્સલ થઈ તેમના સંતાપને દૂર કરે તે જ પુત્ર અને તેજ શિષ્ય છે, શેષ તે કુમિ યા કિટક સમાન છે. તેમજ વૃક્ષ પણ શ્રેષ્ઠ છે કે જેને સિંચન કરવાથી તે વૃદ્ધિ પામે એટલે તેની નીચે વિશ્રાંતિ લઈ શકાય, પણ જે પુત્ર વૃદ્ધિ પમાડ્યા તે ઉલટે પિતાને કલેશકારક થાય તે સચેતન છતાં પુત્ર ન કહેવાય. વળી માબાપ તથા ગુરૂ દુ:પ્રતિકાર કહ્યા છે, એટલે કે તેના ઉપકારને બદલે વળી શકતું નથી, તથાપિ પિતાથી બની શકે તેટલી પુત્રે અને શિષ્ય તેમની સેવા બજાવવી.” આ પ્રમાણે વિચાર કરી પિ. તાના માબાપની રજા લઈ ઉડીને તે શુક પેલા દ્વીપમાં ગયે, ત્યાં તે આમ્રવૃક્ષ તેના જેવામાં આવ્યું. પ્રાત:કાળે તે સહકારનું સ્વાદિષ્ટ ફળ પોતાની ચંચુમાં લઈ પાછા વળીને આકાશમાગે જતાં રસ્તામાં તે અત્યંત શ્રમિત થઈ ગયે. પિતાના શરીરને પણ પકડી રાખવાને અશક્ત થયેલા તે શુકરાજે સહસા સમુદ્રમાં પડતાં પણ પિતાના મુખથી તે ફળ મૂકયું નહિ. એવામાં પિતાના નગરથી સમુદ્રમાર્ગે જતાં વહાણુમાં બેઠેલા કોઈ સાગર નામના સાર્થપતિએ વ્યાકુળ થઈને સમુદ્રમાં બૂડતા તે શકરાજને જોયો, એટલે તે સાર્થેશ તારક પુરૂષને કહેવા લાગ્યો કે:-“અહો ! જળમાં બુડીને મરતા આ બિચારા શુકને કેઈ ઉપાડી ." એમ કહીને સાગરશ્રેષ્ઠીએ એક તારકને સમુદ્રમાં નાખ્યો. તેણે ત્યાં જઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust