________________ રર . શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. ઠાર કરે.” તેઓએ કહ્યું કે આપનો હુકમ પ્રમાણ છે. * એમ કહીને તે લોકે રાત્રિએ ત્યાંજ ગુપ્ત સ્થાનમાં રહ્યા. પછી રાત્રે કુમારને બોલાવવાને રાજાએ માણસ કર્યો. તે સેવકે જઈને કુમારને કહ્યું કે–“હે સ્વામિન ! કાર્યની ઉત્સુકતાથી રાજા તમને મહેલની અંદરને માગે એકલા બોલાવે છે, માટે તરત આવે.” તે સાંભળીને કુમાર ખર્શ લઈ પલંગ પરથી ઉતરીને તરત ચાલવા તૈયાર થયે, એટલે હાથથી વસ્ત્રને છેડે પકડીને તેની પ્રિયાએ કહ્યું કે –“હે પ્રિયતમ! તમારે બિલકુલ મુગ્ધ સ્વભાવ છે, તમે રાજનીતિ જાણતા નથી, કે જેથી મધ્યરાત્રે વિચાર કર્યા વિના આમ એકલા ચાલતા થાઓ છે. નિપુણ પુરૂષે કેઈને પણ વિશ્વાસ ન કર. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે –“રાના મિત્ર ન ટ્રષ્ટ કૃતં વા " " રાજા કેઈને મિત્ર જે કે સાંભળે છે ?”હે સ્વામિન્ ! તમારા સમસ્ત કાર્યો કરવામાં સજજન સમર્થ છે, માટે અત્યારે તેનેજ મોકલે.” આ પ્રમાણે પિતાની લલનાનાં વચન સાંભળીને કુમાર મુદિત થઈને વિચારવા લાગ્યું કે –“અહો કેવી બુદ્ધિની પ્રઢતા ?" એમ વિચારીને તે ચિત્તમાં ચમત્કાર પામ્યો. પછી તેણે ઘરના આંગણે સુતેલા સજજનને જગાડીને રાજા પાસે કર્યો. તે પણ મુદિત થઈને રાજમહેલની અંદરના માર્ગે ચાલ્યા. તે ત્યાં પહોંચે કે તરતજ ગુપ્ત રહેલા - રાજપુરૂએ તીક્ષણ ખર્શના ઘાથી તેને અત્યંત ઘાયલ કર્યો, તેથી તે ત્યાંજ પડી ગયો અને પંચત્વ પામ્યું. તેણે કહેવતને ખરી પાડી કે - ‘પતાનું ખર્શ પોતાના પ્રાણનું ઘાતક પણ થાય છે. તેનું અન્યને માટે ચિંતવેલું તેને પોતાને શિરેજ આવી પડ્યું. તેના અકસ્માત મરણથી થયેલા કલકલધ્વનિને સાંભળીને તેનું કારણ જાણવામાં આવતાં રાજસુતા સગદગદ કહેવા લાગી કે –“હે નાથ ! હે સરલ સ્વભાવી ! જે મારું કથન ન માન્યું હતું, તે અત્યારે મારી શી દશા થાત ? માટે હે આર્યપુત્ર ! પ્રભાતે આલસ્ય મૂકીને સજ થઈ સૈન્ય સહિત તમારે નગરની બહાર જતું રહેવું.” પછી પ્રભાતે રાજાની કપટકળા જાણીને કુમાર સસૈન્ય સજજ થઈને નગરની * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust