________________ -~ ~~ -~~- ~ લલિતાંગ કુમાર કથાતર્ગત જયરાજ કથા. 25 શુકને સાગારમાંથી ઉપાડી લાવીને શેઠને સેં . સાગરશેઠે તે શુકને હાથમાં લઈને તેને મહુવાર સુધી આશ્વાસન આપ્યું, પછી શુકરાજ પણ સાવધાન થયે, એટલે સાગરશેઠને કહેવા લાગ્યો કે:-“હે ઉપકારી જનેમાં મુગટ સમાન સાર્થવાહ ! ચિરકાળ જય પામ. જગતમાં જેઓ પરઉપકાર કરવામાં રસિક છે, તેઓ જ ખરેખર ધન્ય છે. કહ્યું છે કે:-સજન પુરૂની સંપત્તિ પરે૫કારમાંજ વપરાય છે, નદીઓ પરોપકારને માટેજ વહે છે, વૃક્ષે પરેપકાર માટે જ ફળે છે અને મેઘ પરોપકાર કરવા માટે જ પૃથ્વી પર વરસે છે.” તેમજ વળી– વિપત્તિમાં ધૈર્ય રાખનાર, અસ્પૃદયમાં ક્ષમા ધરનાર, સભામાં ચાલાકીથી બેલનાર, સંગ્રામમાં શૈર્ય દેખાડનાર, કત્તિની કામના કરનાર અને શાસ્ત્રશ્રવણમાં વ્યસન રાખનાર–એવા મહામાઓ જગતમાં સ્વભાવથી જ સિદ્ધગુણવાળા છે.” અર્થાત્ મહાત્માઓને એ સ્વભાવજ હોય છે. હે શેઠ! તમે કેવળ મને જ પ્રાણ નથી આપ્યા, પણ હે સાર્થેશ! જીર્ણ અને અંધ એવા મારા માબાપને પણ તમે પ્રાણુ આપ્યા છે. તે ઉપકારી ! સાંભળ:-ચંચામનુષાકાર ચાડી ક્ષેત્રનું રક્ષણ કરે છે, હાલતી ચાલતી દવજા સાધનું રક્ષણ કરે છે, રક્ષા (રાખ) કણનું રક્ષણ કરે છે, અને દાંતથી ગ્રહણ કરેલ તૃણુ પ્રાણનું રક્ષણ કરે છે, એવી સામાન્ય વસ્તુ પણ રક્ષણ કરે છે તે જે કોઈનું રક્ષણ કરતા નથી એવા ઉપકાર વિનાના - પુરૂષથી શું ?" પુનઃ શુક બેલ્યો કે –“હે શેઠ ! મારા ગુરૂએ કહ્યું કે-સમુદ્રમાં હરિમેલ નામને દ્વીપ છે, તેની ઈશાન ખુણમાં દિવ્યપ્રભાવી એક આમ્રવૃક્ષ છે, તેના ફળનું જે કઈ ભક્ષણ કરે તેને રેગ અને જરા ન આવે, અને શરીરે નવવન પ્રાપ્ત થાય. તે સાંભળીને મેં વિચાર કર્યો કે –“મારા માબાપ અત્યંત વૃદ્ધ થયેલા છે, તેથી તે ફળ લાવીને તેમને આપું કે જેથી તેઓ સુખી થાય.” એમ ધારી તેમની આજ્ઞા લઈને તે દ્વીપમાં જઈ તે ફળ મેં ગ્રહણ કર્યું, પરંતુ ફળ લઈને ચાલતાં રસ્તામાં કાર્યો અને સમુદ્રમાં પડશે, પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust