________________ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર. wwvvwvvwvwwwwwww આવેલું ફળ વિષમય થયેલું. પછી આરામિકને બોલાવીને શપથ. પૂર્વક પૂછયું કે “અરે! સાચેસાચું કહી દે કે તે ફળ શી રીતે અને કયાંથી તું લાવ્યો હતો?” તે બોલ્યો કે, “બીજા બધાં ફળો કાચા હતાં, માત્ર આજ ફળ જમીન પર પડેલું અને પકવ થયેલું જોઈને મેં આપની પાસે મુકયું હતું. તે સાંભળીને રાજા વિચારવા લાગ્યું કે નિશ્ચય વિષના ગથી આ ફળ પાકીને જમીન પર પડયું હશે.” પછી તે આમ્રવૃક્ષની રક્ષા કરવાને રાખેલા પુરૂષને જેટલું રહ્યું હોય તેટલું રાખવા મોકલ્યા. તેઓએ ત્યાં જઈ નિરીક્ષણ કરી આવીને રાજાને નિવેદન કર્યું કે “હે સ્વામિન્ ! લોકોએ તે વૃક્ષનું એવી રીતે ચૂર્ણ કર્યું છે, કે જેથી તેનું સ્થાન પણ જાણી શકાતું નથી. તે સાંભળીને રાજાએ અત્યંત ખિન્ન થઈ તે આમ્રવૃક્ષને માટે બહુ વિલાપ કર્યો “હા ! મંદ ભાગ્યને વશ થઈ મેં આ શું કર્યું?” અહીં છતશત્રુ રાજાને તેને મુખ્ય પ્રધાન કહે છે કે “હે સ્વામિ! તેની જેમ વિચાર્યા વિના કંઈ પણ કામ ન કરવું. હે રાજેદ્ર! સર્વગુસુસંપન્ન લલિતાંગ કુમારની પરીક્ષા કર્યા વિના તમે યુદ્ધનું સાહસ શા માટે કરે છે? માટે જે આપની આજ્ઞા હોય તે કુમારની પાસે જઈને તેનું કુળાદિક સર્વ તેને પૂછું.” આ પ્રમાણે સાંભળીને રાજાએ કહ્યું કે “હે અમાત્ય ! બહુ સારૂં, એમજ કરે.” આ પ્રમાણે રાજાનું કથન સાંભળી અમાત્ય કુમારની પાસે આવી પ્રણામ કરીને બોલ્યા કે “હે કુમારેંદ્ર! આ શું અનુચિત આરંહ્યું છે? તમે તમારા કુળ વિગેરે કહો.” કુમાર બાલ્યા કે– હે અમાત્ય! મારા ભુજાદંડનું પરાક્રમ તમને મારી જાત્યાદિક કહેશે. પ્રથમ મારા પરાક્રમનું અવલોકન કરે, પછી બધું જાણવામાં આવશે. તે સાંભળીને પુનઃ પ્રધાને કહ્યું કે-હે સ્વામિન્ ! તમે પરાક્રમથીજ ગુણવાન છે એમ જણાય છે, પણ પેલા પાપી સજને તમારી જાત્યાદિક બધું વિપરીત કહ્યું છે માટે રાજાએ તમને સ્નેહપૂર્વક કહેવરાવ્યું છે કે, “તમે તમારા કુળાદિક જ . એટલા માટે આપના પગે પડીને હું પૂછું છું કે આપના કુળાદિક જણો.” પછી કુમારે પોતાનું કુળ અને જનકાદિક બધુ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust