________________ 34 શ્રી પાર્શ્વનાથ ચરિત્ર-ભાષાંતર છે એવા તે મુનીશ્વરને પ્રણામ કરીને યથાસ્થાને બેઠા. એટલે નરવાહન રાજર્ષિએ પણ કલ્યાણકારી ધર્મલાભરૂપ આશીષ્ય આપીને આ પ્રમાણે ધર્મદેશના દેવાને પ્રારંભ કર્યો: જે મૂઢ પ્રાણું દુષ્પષ્ય મનુષ્યત્વને પામીને પ્રમાદને વશ થઈ યત્નપૂર્વક ધર્મ કરતો નથી, તે પ્રાણુ ઘણુ કલેશથી મેળવેલ ચિંતામણિને મૂર્ખાઈથી સમુદ્રમાં ફેંકી દે છે. કેટલાક પ્રાણુઓ પ્રવાળની માફક સ્વયમેવ ધર્મના રાગી હોય છે, કેટલાક ચૂર્ણકણુની જેમ રંગ પામવા ગ્ય હોય છે અને કેટલાક કાશ્મીરમાં ઉત્પન્ન થયેલ કેસરની જેમ સૈરભના પૂરથી વ્યાપ્ત અને સમ્યક પ્રકારે સ્વપરરંગીપણાને ભજનારા હોય છે, તેથી તે તે ધન્યવાદને પાત્ર છે. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ જાતિ, ઇદ્રિયપટુતા, અને પૂર્ણ આયુએ બધું કર્મલાઘવથી મહાકટે પામી શકાય છે. એ બધાની પ્રાપ્તિ થતાં અક્ષય સુખની ઈચ્છા રાખનારા ભવ્ય છાએ સારી રીતે સમજીને સમ્યકત્વને અખલિત રીતે અંતરમાં ધારણ કરવું. સુદેવમાં દેવબુદ્ધિ, સુગુરૂમાં ગુરૂબુદ્ધિ અને સુધર્મમાં ધર્મબુદ્ધિ રાખવી તે સમ્યકત્વ કહેવાય છે. ત્રિલેકને પૂજ્ય, રાગાદિ દેષરહિત, સંસારથી તારનાર અને વીતરાગ તથા સર્વજ્ઞ હેય તે દેવ કહેવાય; સંસારસાગરથી સ્વપરને પાર ઉતારવામાં કાષ્ઠના નાવ સમાન, સંવિજ્ઞ, ધીર અને સદા સદુપદેશ આપનાર હોય તે ગુરૂ કહેવાય; વળી પંચમહાવ્રતને ધારણ કરનાર, ધીર, ભિક્ષા માત્રથી જીવન ધારણ કરનાર, સામાયિકમાં સ્થિત અને ધર્મોપદેશક તે પણ ગુરૂ કહેવાય; અને દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવનાર તે ધર્મ કહેવાય. તે ધર્મ સર્વજ્ઞકથિત અને સંયમાદિ દશ પ્રકારનો છે, તેજ મુક્તિને હેતુભૂત છે. વળી ત્રણે ભુવનને સંમત એવી ત્રસ અને સ્થાવર સર્વ પ્રાણુઓ પર દયા જેમાં મુખ્ય છે તેને જ ધર્મ સમજ. એ તત્તવત્રયીરૂપ, શમપ્રમુખ લક્ષણેથી લક્ષિત અને ધર્મસ્થયદિ પાંચ ભૂષણેથી ભૂષિત સમ્યકત્વ હોય છે. ધૈર્ય, પ્ર( 1 પ્રવાળ પોતે રંગવાળું સ્વભાવે હોય છે અને કેસર તે પિતે રંગવાળું હોય છે અને બીજાને રંગવાળું કરી શકે છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust