________________ લલિતાંગ કુમાર કથા. 21. લાયક ન હોય, તે ન કહેવું જ સારું છે. એટલે રાજાએ પુન: સસંભ્રમથી પૂછયું કે–એટલે શું?” એમ સજજનને વારંવાર પૂછવાથી તે કંઇક હસવા લાગ્યો. પછી રાજાએ સોગન દઈને પૂછ્યું, એટલે સજજન કહેવા લાગ્યું કે –“હે સ્વામિન્ ! આપને આગ્રહજ છે તો સાંભળે - શ્રીવાસપુરમાં નરવાહના નામે રાજા છે, તેને હું પુત્ર છું. આ મારે સેવક છે અને સ્વભાવે સ્વરૂપવાનું છે. કેઈક સિદ્ધપુરૂષ પાસેથી વિદ્યા મેળવી સ્વજાતિની લજાને લીધે ઘરનો ત્યાગ કરીને દેશાંતરમાં ભમતે ભમતે તે અહીં આવ્યો છે. પૂર્વના ભાગ્યને અહીં તે સંપત્તિને પામ્યા છે. હું મારા પિતાના પરાભવથી ભમતે ભમતે અહીં આવ્યો છું. એણે મને જોઈને ઓળખી લીધે, અને આ મારા મર્મને જાણનાર છે” એમ ધારીને તે માટે અતિ આદર કરે છે.” આ પ્રમાણેનાં સજજનનાં વચન સાંભળીને રાજા વ્યાકુળ થઈ વિચારવા લાગ્યું કે –“અહો ! આ કેવું અગ્ય થવા પામ્યું? એણે મારી પ્રતિજ્ઞાથી બંધાયેલી મારી પુત્રી પરણીને મારું કુળ મલીન કર્યું, માટે આ પાપી જમાઈને હું નિગ્રહ કરું.” આ પ્રમાણે વિચાર કરી પિતાના સુમતિ પ્રધાનને બધી વાત કહીને કહ્યું કે એને નિગ્રહ કરે.” એટલે પ્રધાને કહ્યું કે “હે સ્વામિન્ ! વિચાર વિનાનું કામ ન કરવું. કહ્યું છે કે –“સગુણ કે અપગુણ કાર્ય કરતાં પ્રથમ પંડિતજને યત્નપૂર્વક તેના પરિણામનો વિચાર કરવો. કારણ કે બહુજ ઉતાવળથી કરી નાખેલાં કાર્યોને વિપાક મરણ પર્યત શલ્યતુલ્ય થઈ હદયને દગ્ધ કરે છે.” માટે હે સ્વામિન્ ! કંઈપણ અતિ ઉતાવળથી ન કરવું,” એટલે અમાત્યના નિવારણથી રાજા મૈન ધરીને રહ્યો. એકદા રાત્રિએ હુકમ પ્રમાણે તાત્કાલિક કામ કરનારા સેવકેને બોલાવીને રાજાએ આદેશ કર્યો કે –“આજ રાત્રિએ મહેલની અંદરને રસ્તે જે કંઈ એકાકી આવે, તેને તમારે વિચાર કર્યા વિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust