________________
5
F
S
શ્રી ઓથ- નિર્યુક્તિ
=
| ૧૦૭
H
=
=
ત્તિ : સશાવUTIRાનuથાથમાઈ - ओ.नि.: असिवाई कारणिआ निक्कारणिआ य चक्कथूभाई ।
तत्थेगं कारणिअं वोच्छं ठप्पा उ तिन्नियरे ॥७॥ सुगमा, नवरं-'तत्थेगं'इति 'तत्र' तेष्वेकानेकसकारणनिष्कारणगच्छत्तिष्ठत्प्रतिलेखकेषु य एकः सकारणो गच्छन् तं वक्ष्ये । तावत्तिष्ठन्तु त्रयः-सकारणानेकनिष्कारणैकानेकभेदाः, तुशब्दात्स्थानस्थितश्च, 'इतरे' अन्य इत्यर्थः ॥
ચન્દ્ર, : એમાં કોણ કારણિક અને કોણ નિષ્કારણિક? એનો નિર્ણય કરવા કહે છે કે –
ઓઘનિયુક્તિ-૭ : ગાથાર્થ : અશિવાદિ એ કારણિક છે. ચક્ર-સ્તુપાદિ નિષ્કારણિક છે. તેમાં એક+કારણિકનું વર્ણન કરીશું. બાકીના ત્રણ અત્યારે બાકી રાખો. (ઉપર આઠ ભેદ જે પાડ્યા છે, એ તો ટીકાકારે જે બે વિશેષણ ઉમેર્યા છે એ દૃષ્ટિએ છે. નિર્યુક્તિકાર પ્રમાણે તો ચાર જ ભેદ થાય છે.)
ટીકાર્થ : સ્પષ્ટ જ છે. માત્ર આ બધા જે એક-અનેક, કારણ-નિષ્કારણ, વિહારી-સ્થિર પ્રતિલેખકોમાં જે એક+સકારણ+વિહારી પ્રતિલેખક છે, તેનું વર્ણન કરશું. ત્યાં સુધી સકારણ-અનેક, નિષ્કારણ-એક, નિષ્કારણ-અનેક એ ત્રણ ભેદો બાકી રાખો તથા ગાથામાં રહેલા તુ શબ્દથી એ પણ સમજી લેવું કે ‘સ્થિર’ને પણ અત્યારે બાકી રાખો.
=
=
=
=
1
=
=
Fi ૧૦૭
=
=