________________
શ્રી ઓથ
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૧૫૧ : ગાથાર્થ : પ્રશ્રકારનું વચન છે કે દીર્ધ ગોચરી કરવામાં અને પ્રણીત=દૂધ વગેરે લેવામાં નિયુક્તિ તો ખરેખર દોષો લાગે.
" ઉત્તરઃ આ બધુ ગુરુ, મહેમાન, ગ્લાનને માટે કરવું યોગ્ય છે. પણ દર્પ માટે (પ્રમાદ = આસક્તિ વગેરે કારણસર) // ૫૫૧ ll લેવું ન કલ્પ.
ટીકાર્થ : પ્રશ્રકારનું વચન છે. - પ્રશ્રકારનું શું વચન છે ?... એ જ કહે છે કે તે સાધુઓ બધા ઘરોમાં ઓછું ઓછું લઈને અને ત્રણવાર ભટકીને આવી લાંબી ભિક્ષાચર્યા કરે છે !
નિ.-૧૫૧ તથા તેઓ સ્નેહવાળા = સ્નિગ્ધ = દૂધ-દહીં-ઘી વગેરે દ્રવ્યો પણ લે છે. તો આ બધું કરવામાં તો નક્કી દોષો લાગે. |
આચાર્ય : દીર્ધ ગોચરીચર્યા અને સ્નિગ્ધનું ગ્રહણ, આ બધું જ કરવું યોગ્ય છે. કેમકે આ સાધુ ગુરુ, મહેમાન, ગ્લાનને | ' માટે તપાસ કરે છે. પણ દર્પ માટે = આસક્તિ પોષવાદિ માટે તપાસ નથી કરતો. પોતાના માટે પ્રણીતાદિનું ગ્રહણ નથી કરતો. (અહીં જો ગચ્છ માસકલ્પ માટે આવે તો એમાં રહેલા ગુર, ગ્લાન અને બહારથી આવનારા મહેમાન સાધુ વગેરેને પ્રણીત વસ્તુઓની આવશ્યકતા રહે જ, આ બધું પ્રસ્તુત ક્ષેત્રમાં મળે છે ? લોકો વહોરાવે છે ? બધાના ભાવ છે ?... વગેરેની "| તપાસ કરવા જ આ સાધુ અત્યારે પ્રણીત વહોરે છે, લાંબી ગોચરી ચર્ચા કરી આખા ક્ષેત્રને તપાસે છે, ભાવિત કરે છે... એટલે આમાં એનો આશય શુદ્ધ હોવાથી કોઈ દોષ નથી.)
all ૫૫૧ |