________________
શ્રી ઓધ-ચ નિર્યુક્તિ
| || ૫૮૩ ll
-
F
E
#
એ જ વાત કરે છે કે –
ઓઘનિર્યુક્તિ-૧૬૭ : ટીકાર્થ : (૧) જો શય્યાતરની રજા લીધા વિના આચાર્ય ત્યાંથી બીજા ક્ષેત્રમાં જતા રહે તો શય્યાતર બોલે કે “આ સાધુઓ તો લૌકિકધર્મથી પણ ભ્રષ્ટ છે. જેની નિશ્રાએ રોકાયા એને પુછીને જ જવાય એટલો લૌકિક ધર્મ પણ જાણતા નથી. અને જેઓ આ લોકધર્મને ન જાણે કે જે લોકધર્મ દષ્ટ = પ્રત્યથા = પ્રસિદ્ધ છે. તેઓ વળી અદૃષ્ટ = લોકોત્તર = શ્રદ્ધામાત્ર ગ્રાહ્ય ધર્મને તો શી રીતે જાણશે ?” અને આ રીતે શયાતર મિથ્યાત્વ પામે. - (૨) તથા વસતિદાનનો છેદ થાય, કેમકે આ સાધુ કે બીજા સાધુઓ હવે પછી આ શય્યાતર પાસેથી વસતિ નહિ પામી શકે. (૩) શય્યાતર માને કે “આ સાધુઓ અકૃતજ્ઞ =ઉપકારને ન જાણનારા છે.”
ક્ષા નિ.-૧૬૭ (૪) કોઈક શ્રાવક તે આચાર્યને મનમાં ધારીને દીક્ષા લેવા માટે આવ્યો અને તેણે પેલા શયાતરને પૃચ્છા કરી કે જ “આચાર્ય કયાં છે ?” તો તે શય્યાતર પણ ગુસ્સો થયેલો છતો કહે કે “જે કહીને જાય, તેની મને ખબર હોય. પણ તે કીધા " વિના જ જતા રહેનારા આચાર્યને તો કોણ જાણે ?” આ સાંભળીને તે શ્રાવક ક્યારેક સમ્યગ્દર્શન પણ ગુમાવી બેસે. વિચારે કે “આ આચાર્યાદિને તો લોકનું જ્ઞાન પણ નથી, તો વળી પરલોકનું જ્ઞાન તો ક્યાંથી હશે ?”
(૫) ક્યારેક કોઈક ઈતરગચ્છીય સાધુ તે આચાર્યને મનમાં ધારીને એમની નિશ્રા સ્વીકારવા માટે આવે, અને તે પણ શય્યાતરને પૂછે અને શય્યાતર પણ કહે કે “હું જાણતો નથી કે તે આચાર્ય ક્યાં ગયા છે?” તેથી તે સાધુ “આ આચાર્ય તો
વળ ૫૮૩ I. અનાચારવાળા છે.” એમ વિચારી અન્ય સ્થાને જતો રહે. અને તેથી તે આચાર્ય પણ નિર્જરાને નહિ પામનારા થાય. (જો
*
F
=
=
મા
દ‘is -
B