________________
શ્રી ઓઘ-ય
આમ પૂર્વપક્ષ વડે કહેવાયું એટલે હવે આચાર્ય કહે છે કે નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૩૨ : ટીકાર્થ : આ રીતે સ્થાપનાકુલ સ્થાપી દીધા બાદ જો તેમાં બિલકુલ પ્રવેશ ન કરાય, '
મહેમાનોના વિના ક્યારેય એમાં ન જઈએ તો વળી પાછા આ દોષો લાગે. | ૭૭૬ / - તે દોષો આ પ્રમાણે છે.
(૧) જો સાધુઓ સ્થાપનાકુલોમાં બિલકુલ ન જાય, તો એ શ્રાવકોને સાધુઓનું વિસ્મરણ જ થઈ જાય.
“અહીં સાધુઓ છે...” એ ઉપયોગ જ મનમાંથી નીકળી જાય. અને એમ થાય તો એમાં સુકાઈ ગયેલી ગાય અને બગીચા આ બેનું દષ્ટાન્ત છે.
ભા.-૧૩૨ | ગાયનું દૃષ્ટાંત : એક બ્રાહ્મણની પાસે એક ગાય હતી. તે કુંડદોહની હતી એટલે કે કુંડ પ્રમાણ દૂધ આપનારી હતી. ભ| એટલે તે બ્રાહ્મણ વિચારે છે કે આ ગાય ઘણું દૂધ આપે છે અને મારે એક મહિના બાદ મોટો પ્રસંગ થવાનો છે. તો અત્યારે " આ દૂધ લેવાનું બંધ રાખું. મહિના પછી એક સાથે ત્રીસ દિવસનું ભેગું કરેલું દૂધ લઈ લઉં. એ માટે ઉપયોગી થશે.” આમ વિચારી તેણે દોહવાનું બંધ કર્યું. હવે તે ગાયનું પોતાનું દૂધ ન દોહાવાથી તેના આંચળો સુકાઈ ગયા, અને જે દિવસે એને જમણવાર માટે પુષ્કળ દૂધ જોઈતું હતું એ દિવસે એ એક ટીપું પણ દૂધ આપતી નથી, એમ સાધુઓ પણ જો સ્થાપનાકુળોમાં ન જાય તો તે શ્રાવકોને સાધુઓનું વિસ્મરણ જ થઈ જાય અને એટલે તેઓ એ
| ૭૭૬ પણ ન જાણે કે “શું અહીં સાધુઓ છે કે નહિ ?” (અત્યારની જેમ તે વખતે શ્રાવકોને સાધુઓ સાથે ગાઢ પરિચય ન રહેતો.