________________
સT
શ્રી ઓઘ-ય
કરતાં વહેલા જ એણે આચાર્યની ગોચરી લેવા જવું પડે. તો જ એ ઉચિત સમયે પોતાની ગોચરી પણ મેળવી શકે. હવે એ નિર્યુક્તિ રીતે એ આચાર્યની ગોચરી માટે વહેલો જાય ત્યારે સ્થાપનાકુળોમાં રસોઈ તૈયાર જ ન હોય.... અને એટલે પછી સાધુને
vi વહેલો મોડો આવતો જોઈ શ્રાવકો ઉધ્વષ્કણાદિદોષો ઉભા કરવા માંડે. ૭૮૨
હવે જો આ બધું ન થાય એ માટે સ્થાપનાકુળોમાંથી જ પોતાના માટે પણ વધુ પ્રમાણમાં વહોરવા લાગે. (કે જેથી બીજા ઘરોમાં ફરવું ન પડે અને એટલે યોગ્ય સમયે જ સ્થાપનાકુલોમાં જઈ શકાય અને વધુ વહોરી સમયસર આચાર્ય પાસે આવી ન શકાય) તો પછી આધાકર્માદિ ઉગમદોષોની શુદ્ધિ ન રહે. પછી એ દોષો લાગવા જ માંડે, (પેલો વધારે વહોરે એટલે શ્રાવકો vi Fવધારે બનાવવાનું શરું કરી જ દે.)
- (૩) ઉંઘવાના સ્વભાવવાળો સાધુ ત્યાં સુધી ઉંધ્યા જ કરે, જ્યાં સુધીમાં ભિક્ષા વેળા પસાર થઈ જાય. અથવા તો , પાછળથી શાંતિથી ઉંઘવા મળે એ માટે પહેલા વહેલો અકાળે ગોચરી વહોરવા જતો રહી પછી ઉંધે... તો એમાં ય ઉકણાદિ | દોષો લાગે.
(૪) તપસ્વી જો પોતાની ગોચરી માટે ફરે તો આચાર્ય ગોચરી મોડી આવવાદિ કારણોસર પરિતાપાદિને પામે. હવે જો તપસ્વી પોતાની ગોચરી લાવવાના બદલે આચાર્યાદિની ગોચરી પહેલા લાવે તો એને પોતાને પરિતાપાદિ થાય. (પોતાના પારણાના દિવસોમાં આવું બને.)
(૫) ક્રોધી સાધુ જે ઘરોમાં પૂર્વે જે વસ્તુઓ મળતી હોય તે ઘરોમાં જો તે વસ્તુ મળતી બંધ થાય તો તરત ગુસ્સે થઈને
ભા.-૧૩૩
| ૭૮૨ ||