________________
શ્રી ઓઘ-યુ
નિર્યુક્તિ,
|| ૭૮૩ |
બોલે કે “તમારે ત્યાં ન મળે તો શું થયું? અમે બીજેથી મેળવી લેશું અને એ પણ કંઈ તારા કારણસર નથી મેળવવાના. પણ અમારી લબ્ધિથી મેળવીશું.” (અથવા તો “અરે ! આ વસ્તુઓ અમને બીજે મળતી હતી, પણ તોય તે વસ્તુ તારા ઘરે મળે છે, એમ તારા પ્રત્યેના વિશ્વાસથી અમે લીધી નહિ. અને હવે તારા ઘરેય નથી મળતી... આમ ક્રોધ કરે.)
અથવા એવું બને કે એ ઘરોમાં વસ્તુ ઓછા પ્રમાણમાં મળે તો આ સાધુ ઝઘડો કરે. અથવા કોઈક વસ્તુ પાણી વડે કે વઘારાદિ વડે ઓછી હોય (વઘારાદિનું પ્રમાણ ઓછું હોય તો) તો ત્યાં પણ ક્રોધ કરે. "
(૬) અભિમાની સાધુ જો તે શ્રાવકો પોતાને જોઈને ઉભા ન થતા હોય તો પોતાનું અપમાન સમજી તેમના ઘરે વહોરવા ફરી ન જાય.” આ કંઈ શ્રાવકો છે? જો તેઓ સાધુ આવે, ત્યારે ઉભા પણ ન થાય તો મિથ્યાત્વીઓ કરતા આ શ્રાવકોની ભા.-૧૩૩ વિશેષતા શું ?”
(૭) માયાવી સાધુ સારી સારી વસ્તુ એકાંતમાં વાપરી હલકી વસ્તુઓ લાવે.
(૮) લોભી સાધુ જેટલું મળે એ બધું જ લઈ લે. (સામેવાળાના ભાવ ન જુએ. “એમને ઘટી પડશે તો?” એવું પણ ન વિચારે....) અથવા તો વસ્તુના લોભને કારણે એષણાને પ્રેરે એટલે કે આસક્તિના કારણે વસ્તુ દોષિત હોય તો પણ " વહોરી લે. (૯) કુતુહલી સાધુ જ્યાં નટ વગેરે દેખાય ત્યાં જોવા ઉભો રહી જાય.
ahu ૭૮૩ .. (૧૦) પ્રતિબદ્ધ એટલે જે સાધુ સૂત્ર-અર્થમાં અત્યંત લીન હોય. આવો સાધુ સૂત્રાર્થની આસક્તિના કારણે ત્યાં સુધી