Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 862
________________ इयं प्रव्रज्याप्रथमदिवसे एव दीयते નવ નવ અંગોની વૃત્તિનું સંશોધન કરનારા, પ્રાજ્ઞશિરોમણી શ્રી દ્રોણાચાર્યજીનું આ વચન છે કે આ ઓઘનિયુક્તિ ગ્રન્થ દીક્ષાના પહેલા જ દિવસે સંયમીઓને આપી દેવાનો છે. “સંયમજીવન શી રીતે જીવવું ?" વગેરે ખૂબ જ અદ્ભુત પદાર્થો આ ગ્રન્થમાં સમાયેલા છે. જે સંયમ પાળવા માટે સંસારીઓ નિર્ગસ્થ બન્યા છે, એ સંયમ અંગેના અણમોલ પદાર્થોનું વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવેલું છે. કે જેના દર્શનમાં હજારો ગ્રન્યો છે, છતાં બીજા કોઈપણ ગ્રન્થને બદલે સંચમીને પહેલા જ દિવસથી ઓઘનિયુક્તિનો અભ્યાસ કરાવવાનું ખુદ આગમજ્ઞાતા મહાન આચાર્ય દ્રોણ ફરમાવી રહ્યા છે. એ મહાપુરષની આ ભાવનાને સફળ કરવી એ આપણી બધાની ફરજ છે. તો ચાલો, “જાગ્યા ત્યારથી સવાર” એ ન્યાયે આ ગ્રન્થ હાથમાં આવ્યો એ જ દિવસને દીક્ષાનો પ્રથમ દિવસ સમજી આ ગ્રન્થનો અભ્યાસ કરીએ - કરાવીએ. Yao ચિત્ર પંરચય મોક્ષમાં જવા માટેનું પ્રથમ સોપાન ઓઘનિયુક્તિ ગ્રન્થ છે. એ પછી પિંડનિક્તિ વગેરે સોપાનો છે. આના આધારે સંયમી મોક્ષશિખરે પહોંચે છે. આમ દીક્ષા બાદ સંયમીએ સૌ પ્રથમ ઓઘનિર્યુક્તિ ગ્રન્થ ઉપર ચડવાનું છે.

Loading...

Page Navigation
1 ... 860 861 862