Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 858
________________ શ્રી ઓધા નથી, ત્યારે કંટાળીને તે સ્થિર બની ગયો. એટલે કે નગરમાં આંટો મારવાનું કામ ગૌણ કર્યું. ચોરો જાણી ગયા કે “આરક્ષક ચા વિશ્વાસવાળો, નિશ્ચિત બની ગયો છે.” એટલે એમણે એક દિવસ આખું નગર લુંટ્યું. ત્યારે નગરજનો રાજા પાસે આવ્યો, કહ્યું કે “અમે ચોરાયા.” ત્યારે... રાજાએ કહ્યું કે “નગરરક્ષકને બોલાવો.’ બોલાવીને પૃચ્છા કરી કે “તું આજે નગરમાં ચોકી ૮૪૧ કરવા ફરેલો ખરો કે? તે કહે “ના” ત્યારે ગુસ્સે થયેલો રાજા કહે કે “જે આટલા દિવસો સુધી ચોરો વડે નગર ન લુંટાયું તો એ તો તેઓનો જ ગુણ કહેવાય. એમાં તારી તો કોઈ હોંશિયારી નથી જ. તે તો પ્રમાદ કરવા દ્વારા આખું નગર લુંટાવ્યું.” | ને ત્યાર પછી રાજાએ એને શિક્ષા કરી અને એને સ્થાને બીજા નગરરક્ષકની નિમણુંક કરી. તે તો જો રાત્રે ચોરો ન દેખાય તો તેvi, Fપણ આખી રાત ફરે. હવે એક દિવસ ત્યાં તે નગરરક્ષકને અન્ય શેરીમાં ગયેલો જાણીને ચોરોએ બીજી બાજુ ખાતર પાડ્યું. નિ.-૨૬૧ (દિવાલ તોડી) ચોરી કરી. નગર લોકો રાજકુલમાં ઉપસ્થિત થયા. રાજાએ નગરરક્ષકને પૃચ્છા કરી કે “શું તું રાત્રે નથી ફરતો LI ?” તેણે કહ્યું કે “અવશ્ય ફરુ છું.' ત્યારે રાજાએ લોકોને પૃચ્છા કરી કે “આ ફરે છે ?” બધાએ હા પાડી. ત્યારે રાજા વડે || Gી તે નિર્દોષ જાહેર કરાય છે. . એમાં અહીં તીર્થકરો રાજા જેવા છે. સાધુઓ નગરરક્ષક જેવા છે. ઉપકરણ નગર જેવું છે. ચોરો કંથ-કીડીના સ્થાને ૫ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર સુવર્ણના સ્થાને છે. દંડ, શિક્ષા એટલે સંસાર સમજવો. * આમ કોઈક આચાર્ય વડે કહેવાયેલો શિષ્ય રોજે રોજ પ્રતિલેખન કરે છે. પણ જ્યારે હવે તેને ઉપકરણમાં જીવો દેખાતા au ૮૪૧ || જ નથી. ત્યારે તે પ્રતિલેખન કરવાનું છોડી દે છે. આ રીતે પ્રતિલેખન કરનારા તેની ઉપધિ જીવડાઓ વડે એવી તો સંસક્ત

Loading...

Page Navigation
1 ... 856 857 858 859 860 861 862