________________
ભા.-૯૬
શ્રી ઓઘ-યુ
ત્યાં રહેલા અસાંભોગિક સંવિગ્ન સાધુઓ વડે ભાવિત થયેલો હોય તો પછી પહેલા તે અસાંભોગિક સંવિગ્નોની રજા લઈ નિર્યુક્તિ 'T લેવી. તેઓ જો તે શ્રાવકને ત્યાં ગોચરી વહોરવા જવાની રજા આપે તો પછી તે શ્રાવકના ઘરમાં સાધુ આચાર્યપ્રાયોગ્ય લેવા
પ્રવેશે. || ૬૮૫ IT અથવા તો આ અન્ય સાંભોગિક સંવિગ્નો જ શ્રાવકકુળોની વહેંચણી કરી દે કે “આટલા ઘરોમાં તમારે જવું અને
આટલા ઘરોમાં અમારે જવાનું.”
હવે મU|3છે 4 સદૂ શબ્દનો અર્થ જોઈએ. | જો એ ગામમાં રહેલા અન્યસાંભોગિક સાધુઓ સમર્થ હોય તો તેઓ જ્યાં શ્રાવકોના ઘરો ન હોય તેવા અજ્ઞાતસ્થાનમાં | ગોચરી માટે ફરે, અને વિહાર કરીને આવેલા, નિર્વાહ કરવા યોગ્ય શરીરવાળા (વિહારાદિને કારણે જેઓએ શરીરને ખોરાક | આપવા દ્વારા પોષણ આપવું જરૂરી છે, તેઓ) સાધુઓ શ્રાવકના ઘરોમાં ફરે. (જેથી એમને ગોચરી જલ્દી મળે, અનુકૂળ મળે અને એટલે એમનો નિર્વાહ થાય.)
હવે જો વાસ્તવ્ય સાધુઓ યાપ્યશરીરવાળા હોય અને મહેમાન સાધુઓ સમર્થ હોય તો પછી મહેમાન સાધુઓ અજ્ઞાઘરોમાં - શ્રાવક કુલ વિનાના સ્થાનોમાં ગોચરી માટે ફરે.
આ જ પ્રમાણે સાધ્વીવર્ગમાં પણ વિધિ સમજવી. એટલે કે જો ત્યાં સાધ્વીજીઓ હોય, તો તેઓની રજા લઈ પછી તેઓ આજે શ્રાવક ગૃહોમાં જવાની રજા આપે, તે શ્રાવકગૃહોમાં જ ગોચરી લેવા જવું.
I ૬૮૫ ||.