________________
શ્રી ઓઘનિર્યુક્તિ
णं
|| ૭૦૧ ||
स
भ
κατ
स्म
તો પછી સવારે જ લાંબો વિહાર કરી સાધર્મિકોવાળા ગામમાં આવે. (૩) જો નક્કી કરેલા ગામથી સાધર્મિકવાળા ગામમાં સાંજે આવવામાં ચોરનો ભય રહેતો હોય, તો પછી સવારે જ સાધર્મિકોના ગામમાં આવી જાય. (૪) અથવા જો સાંજે વિહાર કરીને આવતા ગરમી લાગતી હોય, તો પછી સવારે જ આવે. (સવારે આવે, એટલે કે સવારે નીકળી બપો૨ે પહોંચે એમ અર્થ કરવો.) આમ આ બધા કારણોસર સવારના સમયે જ એ પોતાના ગામથી વિહાર કરવાનો શરુ કરે અને સાધુઓના ભોજન કરવાના સમયે સાધર્મિકોની પાસે પહોંચે અને નિસીહિ કરીને પ્રવેશે.
स्म
त्य
મ
I
પ્રશ્ન : તે સાધુઓ પ્રવેશ કરે ત્યારે ગોચરી વાપરનારા વાસ્તવ્ય સાધુઓ શું કરે ?
ઉત્તર : મોઢામાં નાંખેલો જે કોળીયો છે, એ સિવાય જે હાથમાં ઉંચકેલો કોળીયો અને પાત્રામાં રહેલું ભોજન છે તેને નિ.-૨૧૩ નિસીહિ સાંભળ્યા પછી તરત જ છોડી દે. (તથા મહેમાન સાધુઓનું ઔચિત્ય-આદર-સત્કાર કરે.) અર્થાત્ નિસીહિ સાંભળ્યા 7 બાદ મોઢામાં રહેલો કોળીયો જ અંદર ઉતારવાનો, બાકીનો હાથમાં રહેલો કોળીયો પણ હવે મોઢામાં ન નંખાય. ત્યારબાદ ૫ મહેમાન સાધુઓ સંક્ષેપમાં આલોચના આપે. (અમે ક્યાંથી આવ્યા ? ક્યાં જવાનાં ? વગેરે બાબતો ટુંકાણમાં કહી દે.) અને ત્યારબાદ માંડલીમાં વાપરે. (અત્યારે ભોજનનો સમય હોવાથી સંક્ષેપમાં આલોચના કહેવાની છે. બાકી જો સમય હોય તો પોતે નીકળ્યા, ત્યારથી માંડીને અહીં આવ્યા સુધીની બધી બાબતો જણાવવી પડે.)
વૃત્તિ : સા ચેયમ્ -
ס
ur
디
김
| || ૭૦૧ ||
T
-