________________
ur
मो
શ્રી ઓઘ- સુ નિર્યુક્તિ
|| ૬૭૩ ||
u
જાય. જો વધુ વાર લાગે તો બારણા પાસે બીજાને મૂકીને કાળજી કરે.
ટીકાર્થ : ત્યારે આ સાધુ બારણા સુધી પૂંજતો પૂંજતો જાય. આ પ્રમાણે આ સાધુ ઉપાશ્રયની બહાર નીકળે. હવે જો ત્યાં ચોરનો ભય હોય તો પછી બે સાધુ નીકળે, એમાંથી એક સાધુ બારણે રહે. બીજો માત્રુ કરવા બહાર જઈ માત્રુ કરે. (જેથી ચોર અંદર ન પ્રવેશે, બારણા પાસે સાધુ રક્ષક તરીકે ઉભો છે.)
જો જંગલી પશુનો ભય હોય તો પછી ત્રણ સાધુ ઉભા થાય, એક સાધુ બારણા પાસે ઉભો રહે (જેથી જંગલી પશુ વગેરે " અંદર ન આવી જાય.) બીજો સાધુ માત્ર કરે અને ત્રીજો સાધુ એના રક્ષક તરીકે ઉભો રહે કે જેથી જંગલી પશુ માત્રુ કરનાર મ પર પાછળથી હુમલો ન કરી બેસે. (ઉપાશ્રયનું બારણું બંધ હતું ત્યાં સુધી વાંધો ન હતો, પણ માત્ર કરવા ઉપાશ્રયમાંથી બહાર નીકળી માત્રાના સ્થાન સુધી જવું હોય ત્યારે તો બારણું ખુલ્લુ રહેવાનું. જો એ સાધુ એકલો જ માત્રુ કરવા જાય, તો ચોર ખુલ્લા બારણામાંથી અંદર પ્રવેશી જાય... આ બધી શક્યતાઓ હોવાથી ચોર-પશુના ભયવાળા સ્થાનોમાં બેત્રણ સાધુ નીકળે.)
હવે જો ચોરના ભયવાળા સ્થાનમાં બે ઉઠ્યા હોય, એક સાધુ બારણે હોય બીજો સાધુ માત્ર કરવા બહાર ગયો હોય અને તેને ઘણીવાર થવા છતાં એ પાછો ન આવે તો પછી જે બારણા ઉપર રહેલો સાધુ હોય તે બીજા સાધુને ઊઠાડી બારણા પાસે મૂકીને પછી માત્રુ કરનારાની ભાળ લેવા જાય કે એ કેમ નથી આવ્યો ? (માત્ર કરવાનું સ્થાન વસતિથી ૧૫-૨૦ ડગલા દૂર હોય, વસતિમાં ન હોય... એ સંભવિત છે.)
Di
મ
UI
H
નિ.-૨૦૮
| || ૬૭૩॥