________________
Hો નિ-૨૦૭
શ્રી ઓધા મરી જાય.) તથા જયારે પડખું બદલે ત્યારે સાધુ પીઠ, માથું, પગ વગેરે રૂપ આખા શરીરને પ્રમાર્જીને પછી પડખું બદલે. નિર્યુક્તિ (જે સ્થાને એ શરીર સ્પર્શવાનું હોય તે સ્થાનોને પણ પુંજી લે.)
ન આ પ્રમાણે રાત્રે ઉંઘતા સાધુને વિધિ બતાવી. (ખ્યાલ રાખવો કે અત્યારે આપણે જેમ આજે સંથારાપોરિસીમાં આ ૨૦૬ - અને ૨૦૭મી ગાથા બોલીએ છીએ. એમ તેઓ આ ગાથા બોલતા ન હતા. આ ગાથાઓ તો વિધિનું વર્ણન કરનાર છે. | તેઓ સાક્ષાત આ વિધિ આચરતા હતા. અત્યારે એ ગાથાઓ રાત્રે સંથારાપોરિસીમાં બોલવી એ ગીતાર્થ-સંવિગ્નોની પરંપરા i છે માટે બોલીએ છીએ.) F" જ્યારે એ સાધુ રાત્રે માત્ર કરવા ઉભો થાય ત્યારે શું કરે? એ બતાવે છે કે ત્યારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી A ઉપયોગ મૂકે. તેમાં (૧) દ્રવ્યથી આ પ્રમાણે કે “હું કોણ છું ? સાધુ કે અસાધુ ?” (૨) ક્ષેત્રથી આ પ્રમાણે કે “હું ઉપરના
માળે છું? કે પછી નીચે છું ?” (૩) કાલથી આ પ્રમાણે કે “હું આ રાત છે? કે દિન છે ?” (૪) ભાવથી આ પ્રમાણે કે 3 “હું માત્રા-ચૅડિલ વડે પીડિત થયેલો છું કે નથી શું ?” ન આ પ્રમાણે ઉપયોગ આપ્યા બાદ પણ જયારે ગાઢ નિંદ્રાના કારણે આંખો ઘેરાતી હોય ત્યારે ઉંઘ ઉડાડવા માટે જોરથી નાકને શ્વાસ અટકાવવા દબાવી દે. આ રીતે કરવાથી ઉંઘ ઉડી જાય એટલે પછી આલોકને એટલે કે બારણાને જુએ. અર્થાતુ કઈ બાજુ બારણું છે ?” એ બરાબર ઉપયોગ મૂકે.
(દ્રવ્ય, ક્ષેત્રાદિનો ઉપયોગ મૂકવા પાછળ ઊંડ રહસ્ય છે. ઘેરી ઊંઘમાંથી ઉઠેલો માણસ જૂના સંસ્કારો પ્રમાણે પોતાને
au ૬૭૧ |.