________________
=
$
| નો
E
=
*
નિ.-૧૮૦
શ્રી ઓઘ-યુ
એવું પણ બને કે પહેલા સાધુઓએ જે સ્થાને એ ગામ જોયેલ હોય તે સ્થાન કરતા હવે બીજા સ્થાને એ ગામનો વસવાટ થયો નિર્યુક્તિ હોય એટલે કે એ ગામ નવું વસેલું હોય. (ચાર-પાંચ દિવસમાં જ કોઈક પ્રસંગ બનવાના કારણે આ બધી શક્યતા છે.) અથવા
તો એ ગામ સૈનિકોથી આક્રમણ કરાયેલું હોય. (કોઈક રાજાનું સૈન્ય ત્યાં આવી ચડ્યું હોય તો એ સંભવિત છે.) અથવા // ૬૨૩ . તો અત્યારે એ ગામ અગ્નિથી બળી ગયું હોય, અથવા તો પહેલા એ ગામ સુંદર લાગ્યું હોય, પણ અત્યારે એ ગામ ખરાબ
પ થઈ ગયેલું હોય, સાધુ પ્રત્યે વિપરીતભાવવાળું બની ગયું હોય. અથવા તો અત્યારે તે ગામ શત્રુઓ વડે ચારેબાજુથી પરેશાન sી જ થઈ રહેલું હોય. પહેલા જ્યારે ક્ષેત્રની પ્રતિલેખના કરેલી, ત્યારે એ ગામમાં કોઈ શત્રુ ન હતો, પણ અત્યારે ત્યાં એ શત્રુ * આવી ગયેલો હોય. (આ શત્રુ એટલે ગામનો શત્રુ અથવા સાધુઓનો શત્રુ બેમાંથી કોઈ પણ હોઈ શકે.)
આમ પૂર્વે પ્રતિલેખિત કરાયેલ એ ગામ ઉપર જણાવ્યા મુજબનું થઈ જાય, તો આ રીતે દૂર થવું-ઉસ્થિત થવું વગેરે 'ii દોષથી દુષ્ટ એ ગામ થયે છતેં શું કરવું? (જયાં માસકલ્પ કરવાનો છે, એ ગામ તો દૂર છે. પણ ત્યાં પહોંચવા માટે રસ્તામાં વ જે ગામમાં એકાદ દિ' ગોચરી-પાણી કરવાનું વિચારેલ , એ ગામમાં ઉપરના કારણોસર ગોચરી, પાણી, રહેઠાણ કરવું શક્ય ન હોય તો હવે શું કરવું ? એ અહીં પ્રશ્નનો આશય છે.)
તેનું સમાધાન એ છે કે જો એ ગામ આવું થાય તો પછી તે જગ્યાએ બે સાધુ સ્થાપી દેવા. એ એટલા માટે કે પાછળ આવી રહેલા સાધુઓ ગચ્છ સાથે ભેગા થઈ શકે. (આશય એ છે કે પાછળના ગામમાં સાધુઓને ગોચરી લાવવા કે ગોચરી વાપરવા મૂક્યા બાદ બીજા સાધુઓ આગળના ગામમાં ગયા કે જયાં રહેવાનું હતું. પાછળના સાધુઓને પણ એ ખબર 'I ૬૨૩ |