________________
E '
શ્રી ઓઘ-યુ
ઓઘનિયુક્તિ-૧૮૧ : ગાથાર્થ : જાણકાર રહેલો હોય તો બધા વસતિમાં આવે. કોઈ રાહ ન જુએ. પણ અન્ય વસતિ નિર્યુક્તિ થાય કે પાછળના સાધુ અજાણકાર હોય તો સંઘાટક મૂકવો કે ધ્રુવકસિંકને કહેવું.
ટીકાર્થ : જો પાછળ રહેલા સાધુઓ સાથે ઉપાશ્રયના રસ્તાનો જાણકાર હાજર હોય, તો બધા જ ગચ્છસાધુઓ ઉપાશ્રયમાં આવી જાય. કોઈપણ સાધુએ બહાર રહીને રાહ જોવાની જરૂર નથી. - (ખ્યાલ રાખવો કે અત્યારની જેમ ત્યારે ગામડે ગામડે સાધુઓ માટે બનાવેલા જૈન ઉપાશ્રયો ન હતા. ત્યારે તે સાધુઓ , જ ગૃહસ્થોના ઘરોમાં જ નિર્દોષ જગ્યા માંગીને રહેતા. એટલે આજે તો આપણે ગામમાં પ્રવેશીને “જૈન ઉપાશ્રય ક્યાં ?” એમ * પુછતાં પુછતાં પહોંચી જઈએ છીએ. પણ ત્યારે તો ગામવાળાઓને એ ખબર ન હોય કે “સાધુઓ કોના ઘરે ઉતર્યા છે ?” મન નિ.-૧૮૧ | એટલે તેઓ પાછળના સાધુઓને માર્ગ શી રીતે બતાવે ? એટલે જ વસતિના માર્ગના જાણકાર સાધુએ બહાર રાહ જોવી કે | ન જોવી... વગેરે વિચારણા ઉપસ્થિત થાય છે.). ' હવે જો પહેલા જોઈ રાખેલી વસતિનો વ્યાઘાત થાય એટલે કે પહેલા જે જગ્યાએ ઉતરવાનું નક્કી કરેલ હોય ત્યાં કોઈક કારણસર ઉતરવું શક્ય ન બને અને એટલે બીજી જ કોઈક વસતિ નક્કી કરવી પડે તો પછી આ રીતે નવી વસતિ થાય ત્યારે પાછળ રહેલા સાધુઓમાં માર્ગશ સાધુ હોય તો પણ એ આ નવી વસતિનો માર્ગ તો જાણતો જ નથી. એટલે આવા પ્રસંગે તો બહાર બે સાધુ ઉભા રાખવા પડે કે જેઓ પાછળ આવનાર સાધુઓને નવી વસતિમાં લઈ આવે.
એમ એવું બને કે જે તે સાધુઓ પાછળ ભિક્ષા માટે રોકાયેલા પાછળથી આવવાના છે, તેમાં કોઈપણ સાધુ જૂની ૬૨૬ /
ભગ
1
કડક
+
1