________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
|| ૬૩૦ ||
| VI
मो
બહાર જ રહે.) પછી તે વસતિને પ્રમાર્જિત કરે એટલે કે ઉપાશ્રયમાં કાજો કાઢે. ત્યારબાદ ગચ્છ પ્રવેશે.
|
ક્યારેક એવું બને કે ગચ્છ ગોચરીના સમયે જ ત્યાં પહોંચે તો પછી શું વિધિ છે ? એ હવે કહે છે કે બે સાધુઓ (= એક સંઘાટક) ઉપાશ્રયમાં કાજો કાઢે, અને બીજા બધા ગોચરી માટે જાય. જો એક સંઘાટક કાજો કાઢવા મૂકવો શક્ય ન હોય, ગોચરીમાં વધુ સાધુની જરૂર હોય તો પછી એક ગીતાર્થ સાધુ જ ઉપાશ્રયનું પ્રતિલેખન-પ્રમાર્જન કરવા માટે મોકલવામાં આવે. હવે જો એક સાધુ પણ ઉપાશ્રયમાં કાજો કાઢવા મોકલવો શક્ય ન હોય તો આ રીતે ઓછા સાધુઓથી ગોચરી । લાવવામાં પહોંચી ન શકાવાદિ કારણસર તૃપ્તિ નહિ પામતા (એટલે કે પહોંચી ન વળતા) તે બધા જ સાધુઓ ફરે. પ્રશ્ન : જો બધા ગોચરી માટે નીકળી જાય, તો પહેલા આવેલા સાધુઓ વડે જે વસતિ મેળવાયેલી હતી, એને બધા સાધુઓ કેવી રીતે શોધશે ? કેમકે બધા ગોચરી માટે છૂટા છવાયા નીકળી ગયા છે.
| VI
27
ઉત્તર : જે રીતે તે સાધુઓ ગોચરીની તપાસ કરે, એમ બધા સાધુઓ પૂર્વે નક્કી કરાયેલ વસતિને પણ શોધી લે, અને ૐ શોધી લઈને તેમાં જ પ્રવેશે. (જાણકાર સાધુઓ બધાયને નક્કી કરેલી વસતિનું અમુક ચિહ્ન દર્શાવી દે, એ અનુસારે બધા શોધી લે.)
भ
हा
DI
જ્યારે પૂર્વે નક્કી કરાયેલ વસતિનો વ્યાઘાત થાય, ત્યારે પણ જે રીતે ભિક્ષાને માંગે, તે જ રીતે નવી વસતિની પણ યાચના કરે. અને એ રીતે નવી વસતિ મળી જાય એટલે ગોચરી માટે ફરતા તેઓ પરસ્પર જે જે મળે તે બધાયને કહી દે કે “અમુક સ્થાને નવી વસતિ મળી ગઈ છે. બધાએ ત્યાં આવવું.”
स
મ
T
स्स
भ
व
ओ
म
નિ.-૧૮૩
વ ॥ ૬૩૦ ॥
|5|