________________
શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ
દિશામાં જાય, તો ત્યાં બીજી પોરિસીમાં ગોચરીનો સમય હોવાથી બીજી પોરિસીમાં તો અર્થગ્રહણાદિ ન જ થાય. અને પહેલી પોરિસીમાં તો લગભગ સૂત્રગ્રહણ જ થતું હોવાથી એમાં અર્થગ્રહણ ન થાય. આ લોકો ભલે સૂત્રગ્રહણની અપેક્ષા વિનાના છે. પણ પહેલી પોરિસીમાં એમણે સૂત્રગ્રહણ અલ્પઈચ્છાથી ય કરવું પડે... વળી અર્થદાયકો પણ જો સૂત્રદાન આપવામાં પરોવાયેલા હોય તો પહેલી પોરિસીમાં આ સાધુઓ અર્થ પામી ન શકે એ સ્પષ્ટ હકીકત છે.)
/ ૫૭૫
ओ.नि. : बिइयं च सुत्तग्गाही उभयग्गाही अ तइययं खित्तं । आयरिओ उ चउत्थं सो उ पमाणं हवइ तत्थ ॥१६२॥
નિ.-૧૬૨ द्वितीयां च दिशं सूत्रग्राहिण इच्छन्ति, यतः प्रथमपौरुष्यामेव स्वाध्यायो भवति, स च तेषामस्ति, उभयग्राहिणश्च भ सूत्रार्थग्राहिणस्तृतीयं क्षेत्रमिच्छन्ति, आचार्यस्तु चतुर्थं क्षेत्रमिच्छति, यतस्तत्र चतुर्थ्यामपि पौरुष्यां प्राघूर्णकादेः प्रायोग्य लभ्यत इति, 'स एव प्रमाणं' आचार्य एव च सर्वेषां प्रमाणं भवति 'तत्थ 'त्ति तत्रेति शिष्यगणमध्ये,
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૧૬૨ : ગાથાર્થઃ સૂત્રગ્રાહી બીજી દિશાને અને સૂત્રાર્થોભયગ્રાહી ત્રીજા ક્ષેત્રને ઈચ્છે આચાર્ય ચોથાને છે. તે બધામાં આચાર્ય જ પ્રમાણભૂત છે.
'au ૫૭૫ . ટીકાર્થ : બીજી દિશાને સૂત્રગ્રહણ કરનારાઓ ઈચ્છે. કેમકે ત્યાં પહેલી પોરિસીમાં જ સ્વાધ્યાય છે. (બીજી પોરિસી
-