________________
શ્રી ઓધ
જવાય, કેમકે આ બધા તો ગમે તે વસ્તુથી નિર્વાહ કરી લેનાર હોય. તથા જો યુવાન સાધુઓ નીરોગી-શક્તિમાન હોય તો ચોથા ક્ષેત્રમાં જ જવું.
નિર્યુક્તિ
| | ૫૭૯ો
નિ.-૧૬૫
ओ.नि.: अह पुण जुण्णा थेरा रोगविमुक्का य असहुणो तरुणा ।
ते अणुकूलं खित्तं पेसंति न यावि खग्गूडे ॥१६५॥ अथ पूनर्जूर्णा स्थविरा भवन्ति रोगेण च - ज्वरादिना मुक्तमात्रास्तरुणाः, नाद्यापि येषां साम्यं भवति शरीरस्य, ततस्ताननुकूलं क्षेत्रं प्रेषयन्त्याचार्याः । 'न यावि खग्गूडे'त्ति 'खग्गूडा' अलसा निर्द्धर्मप्रायास्तान्न प्रेषयन्ति । - ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ- ૧૬૫ : ગાથાર્થ : હવે જો વળી જૂના સ્થવિરો હોય, યુવાનો હમણાં જ રોગમુક્ત થયા હોય, અસમર્થ હોય, તો તેઓ અનુકૂલ ક્ષેત્રમાં મોકલાય. પણ નિર્ધર્મીઓને ન મોકલાય.
ટીકાર્થ : જો ગચ્છની અંદર ઘણી મોટી ઉંમરના વૃદ્ધો હોય, તથા યુવાનો પણ કેટલાક જો હજી હમણાં જ તાવ વગેરે રોગોથી મુક્ત થયા હોય અને એટલે જ હજી પણ તેઓના શરીરની સમાનતા-સામ્ય-શાંતિ થઈ ન હોય, તો આવા બધા સાધુઓને આચાર્ય અનુકૂલ ક્ષેત્રમાં એટલે કે પુષ્કળ ગોચરીવાળા ક્ષેત્રમાં મોકલી આપે.
પણ જેઓ આળસુ, વૈરાગ્યહીન, ખાવાના લંપટ હોય, તેઓ એવા પુષ્કળગોચરીવાળા ક્ષેત્રમાં જવા ઈચ્છે તો પણ
all ૫૭૯