________________
શ્રી ઓઘ-યુ
ઓઘનિર્યુક્તિ-ભાગ-૭૮: ગાથાર્થ : તૃણ, ડગલાદિ ક્ષેત્રમાં બેસવા, પાત્રા ધોવાદિ સ્થાનો. કાલમાં મળાદિ (સ્પંડિલ નિર્યુક્તિ માત્રુ વગેરે.) અને ભાવમાં ગ્લાન.
ટીકાર્થ : દ્રવ્યની અપેક્ષાએ વિચારીએ તો સાધુએ સંથારા માટે તણખલા = ઘાસની અને ચંડિલ ગયા બાદ શુદ્ધિ માટે If પથરાઓની અનુમતિ લેવી (અર્થાત્ ગૃહસ્થ આ બધી વસ્તુ વાપરવાની રજા આપે એમ કરવું.) = ક્ષેત્રની અપેક્ષાએ વિચારીએ તો જયાં સુખપૂર્વક સ્વાધ્યાય કરવા પૂર્વક બેસાય તે આસ્ફા = સ્થાન કહેવાય. તથા જયાં જ જ પાત્રા વગેરેને ધોવાની પ્રવૃત્તિ થાય તેવા સ્થાન વગેરેની રજા લેવી તે ક્ષેત્રાનુજ્ઞા કહેવાય. દિવસે કે રાત્રે અંડિલ માત્રાદિ | પરઠવવાની રજા લેવી તે કાલસંબંધી અનુજ્ઞા છે.
| ભા.-૭૮ જ્યારે ગ્લાન વગેરેને સમાધિ આપવા માટે તદન પવન વિનાનું સ્થાન વગેરે સ્થાનોની રજા લેવી તે ભાવસંબંધી અનુજ્ઞા કહેવાય.
હવે ૧૫૩મી નિર્યુક્તિગાથામાં રહેલા વિયોનો શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે કે જયારે શય્યાતર સાધુઓને એમ કહે કે “આપને મેં આટલા જ પ્રદેશમાં રહેવાની રજા આપી છે. તેનાથી વધારે પ્રદેશમાં નહિ. “ત્યારે તેને ભોજન દષ્ટાન્ત વડે સમજાવવો. તે આ પ્રમાણે”—જે માણસ કોઈકને ભોજન આપે છે, તે અવશ્ય ભોજન સાથેનું પાણી, હાથ ધોવાદિનું પાણી પણ આપે જ છે.” આ વાત તો એણે ન કહેલી હોય તોય સામર્થ્યથી સમજી શકાય છે, એમ વસતિને આપનારાએ સ્પંડિલમાત્રાની
વળ પ૬૧ | ભૂમિ વગેરે બધું જ આપેલું જ ગણાય છે. આ બધી વસ્તુઓ સામર્થ્યથી એ વસતિની સાથે અપાઈ જ જાય છે.