________________
નિર્યુક્તિ
g
શ્રી ઓઇ. દંડ કર્યો. એમ તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આચાર્ય અને સાધુ બેયને સંસારરૂપ દંડ થાય.
T ઉપર કહેલા દષ્ટાન્ત કરતા ઉંધા જ પ્રકારનું જે દાત્ત છે, તેના વડે ઉપનય કરવો. એટલે કે એ વિપરીત દષ્ટાન્ત વડે
પણ અહીં પદાર્થ ઘટાવવો. | ૩૭૯
તે આ પ્રમાણે-આવો જ પ્રસંગ બીજા ગામવાસીઓમાં ય બન્યો કે એમના ઉપર પણ રાજાનો ઘર બનાવવાનો આદેશ vઆવ્યો અને તે બીજા ગામવાસીઓએ વિચાર્યું કે “મુખી માટે વધુ સારુ ઘર કરાયેલું છે. રાજા માટે એ જ ઘર થાઓ. જયારે
રાજા એક દિવસ રહીને જતો રહે, ત્યારે તે જ ઘર મુખીનું થઈ જશે.” અને તે એક દિવસ માટે મુખીને માટે ઘાસની ઝૂંપડી, પણ બનાવી. '
ભા.-૪૪ રાજા ત્યાં પહોંચ્યો, મોટું ઘર જોઈને કહે છે કે “એકજ દિવસમાં આ ભવન કેવી રીતે કરાયું ? (અથવા તો એકજ છે " દિવસ માટે આ ઘર બનાવ્યું? શા માટે ? મારા માટે આટલી બધી કાળજી ?) તેઓ કહે છે કે “અમે આ બનાવ્યું છે. આ
ઘરનું દલિક-કાચોમાલ ગામમુખીના માટે લાવેલો જ હતો. તેના વડે તમારા માટે આ ઘર કરી દીધું છે. મુખી માટે પણ આ ઘાસની ઝૂંપડી કરેલી જ છે.”
ત્યારે ખુશ થયેલા રાજાએ એ ગામને કર નહિ આપનાર કરી દીધું એટલે કે કરમાંથી મુક્તિ આપી અને મુખીનું પણ સન્માન કર્યું, તેને બીજું નામ પણ આપ્યું.
aો ૩૭૯ો. આ રીતે તીર્થકરોની આજ્ઞાને પાળનારાએ આચાર્યની આજ્ઞા પાળેલી જ ગણાય.
K
E
he'le
k
E