________________
ક
શ્રી ઓધનિર્યુક્તિ
S"
|| ૩૭૭l
*
=
કે “રાજા એકજ દિવસ રહેશે, તો પછી રાજા માટે ચિત્રકામવાળું ઉજ્જવળ સુંદર ઘર બનાવવાની શી જરૂર ?”
આમ વિચારી તેઓએ તો રાજાનું શરીર સમાય એ પ્રમાણે રાજાના શરીરના માપનું એક નાનકડું ઘર બનાવ્યું. જ્યારે ગામના મુખી માટે ચાર માળનું મનોહર ઘર બનાવ્યું. |
- રાજા આવ્યો અને બારણે લગાડેલા તોરણો વડે સુશોભિત, ચારમાળના મુખીના ઘરને જુએ છે. એટલે રાજા એ ઘર માં (પોતાના માટેનું સમજીને) તરફ ચાલવા લાગ્યો. એટલે લોકોએ કહ્યું કે “ભગવન્! આ તમારું નિવાસસ્થાન નથી. પણ જ આ ઘર તમારું છું. (નાની કુટિર)” રાજા : તો આ કોનું છે ?
ભા.-૪૩ | લોક: મુખીનું છે. " રાજા ગુસ્સે ભરાયો અને એણે મુખી પાસેથી એ ગામ લઈ લીધું (અર્થાતુ એ મુખીને જ મુખપદ પરથી ભ્રષ્ટ કર્યો) " અને ગામને પણ દંડ કર્યો.
પ્રસ્તુતમાં વિચારીએ તો આચાર્ય મુખી જેવા છે. તીર્થકર રાજા જેવા છે. સાધુઓ ગામવાસી જેવા છે. આ જ અર્થને આ ભાષ્યગાથામાં કહે છે કે ગામના મુખી અને રાજા વડે દૃષ્ટાન્ત છે. યાત્રા માટે નીકળેલા રાજા અને મુખીનું પૂર્વે ભેગા કરેલા ઘરના લાકડા વડે જે ઘર કરાયું... (ગાથાના શબ્દો પ્રમાણે આ રીતે અર્થ થાય. જ્યારે ભાવાર્થ તો પૂર્વે બતાવી ગયા એ પ્રમાણે સ્પષ્ટ જ છે.)
'વી ૩૭૭
=
=