________________
શ્રી ઓઘ-ધુ
જો આવો અનાગાઢ જોગી ન હોય, (આગાઢ જોગી હોય કે કોઈપણ જોગી ન હોય.) તો પછી તપસ્વીને મોકલવો. આ નિર્યુક્તિ તેને પણ પારણું કરાવીને મોકલવો. એટલે પછી તેને મુશ્કેલી ન પડે.
( જો તપસ્વી ન હોય તો પછી વૈયાવચ્ચીને મોકલવો. એજ વાત ૧૪૩મી ગાથાના ઉત્તરાર્ધમાં કરી છે કે, “વૈયાવચ્ચી | ૫૩૬I | મોકલાય.” તે વૈયાવચ્ચી બીજા સાધુઓને સ્થાપનાકુલો દેખાડી દે એટલે પછી એના ગયા પછી પણ ગ્લાનાદિને વાંધો ન
આ આવે. જ જો વૈયાવચ્ચી પણ ન હોય તો યુગલને મોકલવું. એટલે યુવાન સાધુ સાથે વૃદ્ધ કે પછી યુવાન સાધુ સાથે બાળકને મોકલવો.
" નિ.-૧૪૩ | સમન્થ વ સ િવ એનો અર્થ આ પ્રમાણે છે કે જ્યારે સમર્થ વૃષભ મોકલાય ત્યારે તે યુવાનની સાથે કે વૃષભની
સાથે મોકલાય. (વૃષભ = વૈયાવચ્ચી ન હોય તો યુવાન + વૃદ્ધ કે યુવાન+બાલ... એ રીતે મોકલાય.) ગાથામાં જે સૌથી મન 3 છેલ્લે બીજો વા લખેલો છે. તે માત્ર પાદપૂર્તિ માટે છે.
પ્રશ્ન : તમે ૧૪૦મી ગાથામાં બાલ, વૃદ્ધ, અગીતાર્થ, વૃષભ અને ક્ષપક એ ક્રમથી વસતિ પ્રત્યુપેક્ષણ માટે યોગ્ય સાધુઓ દર્શાવેલા. તો પછી જયારે અપવાદ માર્ગે એમને મોકલવાનું વિધાન કરાય છે, ત્યારે એ જ ક્રમથી તેમને મોકલવાની ખ વિધિ કેમ નથી બતાવી ? શા માટે અત્યારે ક્રમ બદલી નાંખ્યો અને પહેલા અગીતાર્થ, એ ન હોય તો અનાગાઢ યોગી, એ ન હોય તો તપસ્વી... એ ક્રમ કેમ કરી નાંખ્યો ?
all ૫૩૬I.