________________
શ્રી ઓઘનિર્યુક્તિ
गयाणं केणइ कारणेणं, तत्थ जदि पुढविकायादीयं परं, ततो चरित्तं न सुज्झइ, ताहे ते निग्गच्छन्ति, एसा चरित्तजयणा। जयमाणा खलु एवं तिविहाओ समासतो समक्खाया । दारं ।
| ૪૯૭ll
નિ.-૧૨૫
ચન્દ્ર, અત્યારે એ સમજી લો કે પૂર્વની ૧૨૪મી ગાથામાં બતાવેલા તમામે તમામ સાધુઓ સામાન્યથી ચાર પ્રકારના " હોય છે. ((૧) કારણિક-વિહારીઓ (૨) કારણિક સ્થાનસ્થિતો (૩) નિષ્કારણિક વિહારીઓ (૪) નિષ્કારણિક સ્થાનસ્થિતો
આ ચાર પ્રકારના સાધુઓ ૧૨૪મી ગાથામાં બતાવેલા છે.) - ઓઘનિર્યુક્તિ-૧૨૫ : ગાથાર્થ : (૧) યતમાન (૨) વિહરમાન (૩) અવધાવાન (૪) આહિંડક એમ ચાર પ્રકારે સાધુઓ છે. તેમાં યતમાન ત્રણ પ્રકારે છે. (૧) જ્ઞાન માટે (૨) દર્શનમાં અને (૩) ચારિત્રમાં.
ટીકાર્ય : યતુ ધાતુ “પ્રયત્ન કરવો’ એ અર્થમાં વપરાય છે. એટલે યતમાન-પ્રયત્ન કરવામાં લીન સાધુઓ. તથા વિહરમાન એટલે માસકલ્પ વડે વિહાર કરનારા સાધુઓ. અવધાવમાન એટલે દીક્ષામાંથી પાછા સંસાર તરફ જતા સાધુઓ. આહિડક એટલે ભમવાના સ્વભાવવાળા સાધુઓ.
આમ સાધુઓ ચાર પ્રકારે છે. એમાં ક્રમ પ્રમાણે જ પદાર્થો વર્ણવવા જોઈએ. એ ન્યાય પ્રમાણે સૌ પ્રથમ “યતમાન’નું વર્ણન કરાય છે. (૧) યતમાન ત્રણ પ્રકારે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં.
Flu ૪૯૭ll