________________
T
મ
શ્રી ઓઘ-હ્યું
જ છોડી દે, પણ જો એ અગૃહીતસંકેત હોય તો ત્યાં ગોચરી લેવા પ્રવેશે અને મરી જાય. માટે જ ગચ્છને પુછીને જવું. નિર્યુક્તિ
(ભાવાર્થ આ પ્રમાણે છે. પૂર્વના કાળમાં કેટલાક સ્થાનોમાં એવું બનતું કે કેટલાક લોકો કોઈક દેવી વગેરેને ખુશ કરવા એને
viી માનવનો બલિ આપતા. હવે જો ગમે તે માનવને મારી નાંખીને દેવીને બલિ આપે, તો રાજા આ રીતે પોતાની પ્રજાની | ૫૧૩ IT હત્યાથી ગુસ્સે થઈ આ લોકો ઉપર કોપ કરે જ. એ કોપથી બચવા આવા લોકો રાજાને અમુક ધન વગેરે દંડ તરીકે પહેલેથી
આપી દેતા. અને પછી એવું નક્કી થતું કે એ ઘર ઉપર ભીની વૃક્ષશાખા ચિહ્ન કરવામાં આવે. એ ઘરમાં જે પ્રવેશે એને મારી નાંખવાનો એ લોકોને અધિકાર મળતો. રાજા પછી એમાં વચ્ચે ન પડતો. હવે ક્ષેત્રપ્રત્યુપેક્ષણ માટે આવા જ કોઈ ક્ષેત્રમાં સાધુઓ ગયા હોય, પણ જો તેઓ આ બધી વાત ન જાણતા હોય તો એ ઘરોમાં ગોચરી લેવા પ્રવેશે અને મરણ પામવું પડે. આ નિ.-૧૩૪ કોઈ એમને ન બચાવે પણ જો આચાર્યે આખા ગચ્છને ભેગા કરીને “ક્ષેત્રપ્રત્યુપેક્ષણ માટે કોને ક્યાં મોકલવા ?” વગેરે પૃચ્છા | કરી હોય તો ગચ્છના પુષ્કળ સાધુઓમાંથી એકાદ પણ ઉપરની બાબત જાણતો સાધુ એ બધા ખુલાસા કરી દે અને એટલે 'આ બધુ જાણ્યા બાદ એ સાધુઓ ત્યાં ક્ષેત્રપ્રભુપેક્ષણા કરવા જાય તો એ ઘરોમાં પ્રવેશ ન કરે. અને બચી જાય. આ બધું તે કાળમાં બન્યું હશે એટલે એનો પણ ગ્રન્થકારશ્રીએ ઉલ્લેખ કર્યો છે.)
(પ્રશ્ન : ૧૩૩મી ગાથામાં ચોર, પશુ, દુકાળ, શૈક્ષ, પ્રત્યેનીક વગેરે જે નુકશાનો બતાવ્યા છે, એ જ નુકશાનો આ ૧૩૪ મી ગાથામાં પણ બતાવ્યા છે. અને વળી કેટલાક નવા પણ બતાવ્યા છે પણ ઉપરના નુકશાનો તો બે બે વાર બતાવેલા વાં હોવાથી પુનરુક્તિદોષ સ્પષ્ટ લાગે છે.
વી પ૧૩