________________
શ્રી ઓધી પ્રતિષેધતિ, તસ્માનં ર વેપવેત્ | | નિર્યુક્તિ
ચન્દ્ર.: યોગોવાહકને પણ ન મોકલવો. | ૫૨૯
શા માટે ? તે કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૭૧ : ગાથાર્થ : ઉતાવળો તે માર્ગને ને પ્રત્યુપેશે સ્વાધ્યાયાર્થી તે લાંબો કાળ ન ફરે. વિગઈનો | નિષેધ કરે. એટલે યોગીને ન મોકલવો.
ટીકાર્ય : યોગવાહી સ્વાધ્યાયાદિની તીવ્ર ઈચ્છાવાળો હોવાથી જલ્દી જલ્દી પહોંચવા પ્રયત્ન કરે અને એટલે પછી એ માર્ગની પ્રત્યુપેક્ષણા બરાબર ન કરે. તથા એ પાઠનો-સ્વાધ્યાયનો અભિલાષી હોય એટલે લાંબો કાળ ભિક્ષા ન ભમે. (જ્યારે T ક્ષેત્રમત્યુપેક્ષકોએ તો લાંબો કાળ ભિક્ષા ભમવાની છે.) તથા એને વિગઈ મળે, તો ય એ તેની ના જ પાડે. કેમકે જોગમાં ન વિગઈ લેવાય નહિ. (પણ અહીં તો વિગઈ વહોરીને એ ક્ષેત્રને વિગઈ વહોરાવવાની ટેવ પાડવાની છે, જેથી પછી ગચ્છને અનુકૂળતા રહે.) (અત્યારના જેવા યોગ ત્યારે ન હતા. યોગ સ્વાધ્યાય માટે છે. આજે તો આચારાંગના આખા જોગ કરીએ પણ એમાં આચારાંગ ગોખવાનું છે એની ટીકા વાંચવાની પ્રવૃત્તિ પ્રાયઃ આપણે કરતા નથી, જ્યારે ત્યારે તો જે દિવસે જે ઉદ્દેશો વગેરે હોય તે દિવસે કાલગ્રહણાદિ લઈને તે ઉદ્દેશો ગોખવામાં આવતો. એટલે જોગવાહીને તો સ્વાધ્યાય ખૂબ કરવાનો રહેતો અને એટલે જ જો એને ક્ષેત્રપ્રત્યુપેક્ષણા માટે મોકલાય તો તો એ સ્વાધ્યાયનો સમય બચાવવા ઉતાવળ કરવાનો જ.)
થી
ભા.-૭૧
૫૨૯ I