________________
શ્રી ઓઘ-ય
ઓઘનિર્યુક્તિ- ૧૨૬ : ગાથાર્થ : પ્રત્યેક બુદ્ધો, જિનકલ્પિકો, પ્રતિભાવાળાઓ ગચ્છનિર્ગત વિહરમાન કહેવાય. નિર્યુક્તિ આચાર્ય, વિર, વૃષભ, ભિક્ષુ, ક્ષુલ્લક ગચ્છવાસી વિહરમાન છે.
ટીકાર્થ : પ્રત્યેક બુદ્ધો, જિનકલ્પિકો અને એક મહિનાની, બે મહિનાની.... સાત મહિનાની... વગેરે બાર પ્રતિમાઓ // ૫૦૦ ધારનારાઓ... આ બધા ગચ્છનિર્ગત વિહરમાનો કહેવાય. (આ બધા જ સ્વયોગ્ય માસિકલ્પ પદ્ધતિથી વિચરનારા છે.)
હવે ગચ્છમાં રહેલા જે વિહરમાનો છે, એમાં આચાર્યને તો બધા જાણે છે. સ્થવિર એટલે જે સાધુ સીદાતા બીજા સાધુને vi જ્ઞાનાદિમાં સ્થિર કરે છે. વૃષભ એટલે વૈયાવચ્ચ કરવામાં જે સમર્થ હોય તે. ભિક્ષુઓ એટલે ઉપર બતાવ્યા સિવાયના બાકીના * સાધુઓ, ક્ષુલ્લકો એ પ્રસિદ્ધ જ છે. (નૂતનદીક્ષિતો ઉંમરથી નાના હોય કે મોટા હોય એ બધા જ ક્ષુલ્લક ગણાય.)
નિ.-૧૨૬ ' આ બધા ગચ્છવાસી વિહરમાન સાધુઓ છે. * પ્રશ્ન : તમે ૧૨૫મી ગાથામાં ટીકામાં આ પ્રમાણે દર્શાવેલ કે (૧) ગચ્છવાસી (૨) ગચ્છનિર્ગત એમ બે વિહરમાન " 5 છે. તો અહીં ક્રમ પ્રમાણે તો પહેલા ગચ્છગતનું વર્ણન કરવું જોઈએ. તમે શા માટે પહેલા જિનકલ્પી વગેરે ગચ્છનિર્ગતોનું 1 વ્યાખ્યાન કહ્યું ?
સમાધાન : “જિનકલ્પી વગેરેની પ્રધાનતા છે” એ દર્શાવવા અમે પહેલા એમનું વ્યાખ્યાન કર્યું.
પ્રશ્ન : તો પછી ૧૨૫મી ગાથાની ટીકામાં પણ ગચ્છનિર્ગતનો જ પહેલા ઉપન્યાસ કરવો જોઈએ ને? ત્યાં કેમ પહેલા એમનો ઉપન્યાસ ન કર્યો ?
વી ૫૦૦