________________
શ્રી ઓ. (૧) વારંવાર સ્પંડિલ વોસિરાવવામાં પર્યાયવિરાધના (૨) ચંડિલ રોકે તો મરણ (૩) કાંજી દ્રવ્યની સાથે વિરોધ. નિર્યુક્તિ ગ્રામદ્વાર પૂર્ણ થયું.
હવે ત્રીજું સંખડિદ્વાર કહે છે. ૩૯૨ IT
સંખડી એટલે મોટો જમણવાર. તેને માટે મુખ્યમાર્ગ છોડી સંખડીના માર્ગે જાય, ગોચરીનો સમય ન થયો હોય તો રાહ જુએ. વળી સંખડીમાં ભીડ ખૂબ હોય એટલે સ્ત્રીનો સ્પર્શ થઈ જવો વગેરે દોષો લાગે.
તથા જમણવારમાં ગોચરી ખૂબ મળે અને એટલે સાધુ વધારે વહોરી વધારે વાપરે, માંદગી થાય. અને વધુ ખાવાથી ઝાડા થવાના એટલે જ પાછા ઉપર બતાવેલા દોષો લાગવાના.
સંખડિદ્વાર પૂર્ણ થયું. હવે ચોથું સંજ્ઞીદ્વાર કહે છે.
ગામમાં શ્રાવક = સંજ્ઞી છે, એમ સાંભળીને મુખ્યમાર્ગ છોડી ગામમાં પ્રવેશે. અપ્રાપ્ત વેલા છે, માટે રાહ જુએ, દૂધ વગેરે લે, તેમાં તે જ વારંવાર ચંડિલ થવાદિ દોષો લાગે.
સંજ્ઞીદ્વાર પૂર્ણ થયું. હવે પાંચમું દાનશ્રાદ્ધક દ્વાર કહે છે.
નિ.-૮૭
ahi ૩૯૨ છે.