________________
ક
છે'
*
F
=
=
-૮૮
શ્રી ઓઘ- અલ
આસક્તિ થાય, પરઠવવાના ભયથી પુષ્કળ વાપરે. ઉંઘે એટલે સૂત્રાર્થની પરિહાનિ થાય. નિર્યુક્તિ કઢાયેલા દૂધને શોધતો અને એટલે જ બાકીના દૂધને ન વહોરતો સાધુ લાંબી ભિક્ષાચર્યા કરે. એમ તરવાળું, મલાઈવાળું
| દહીં શોધતો અને મલાઈ વિનાનું ન લેતો લાંબી ભિક્ષાચર્યા કરે. ઘી વગેરેને શોધતો લાંબી ભિક્ષાચર્યા કરે. અહીં વૃતાદ્રિ માં ન જે ગાઢ પદ છે. તેનાથી માખણ-મોદક વગેરે સમજવાના અથવા છાશને વહોરવા માટે દીર્ધ ભિક્ષાચર્યા કરે. - હવે તે દૂધ વગેરે પુષ્કળ પ્રમાણમાં મળ્યું હોય તો આસકત થઈને પુષ્કળ ખાય. અથવા તો (આસક્તિના કારણે નહિ, " પણ વધારાની ગોચરી) “પરઠવવી પડશે” એવા ભયથી વધારે વાપરે. અને આ રીતે વધારે ખાય એટલે સાંજે જ સ્વાધ્યાય કર્યા વિના જ ઉંઘી જાય અને આ રીતે સુઈ ગયેલાને સૂત્ર-અર્થનું વિસ્મરણ થાય. (અલબત્ત એક દિ' ઉંઘે એટલે બધું ભૂલી જ જાય, એવું નથી. પણ એકવાર આવું બને એટલે સ્ત્રાર્થનો પાઠ ન થવાથી તેનો બોધ થોડોક તો ઘટે જ. આમ વારંવાર બને તો એક દિ' એવો પણ આવે કે બધું ભુલે...વળી તે જ દિવસે લીધેલો પાઠ ભુલાય પણ ખરો.)
“સુવણે મ” અહીં જે મ = 1 છે. તેનો વિશેષ અર્થ આ પ્રમાણે છે કે “વધારે વાપર્યા પછી જો ઉંઘવાને બદલે સ્વાધ્યાયાદિ માટે જાગે તો માંદગી આવે.” આ વાત ત્રીજી ગાથામાં કહેશે.
(આ ૮૮મી ગાથા છે. એટલે એની અપેક્ષાએ ૯૦મી ગાથા ત્રીજી ગાથા થશે.). वृत्ति : एवं तावदनुकूलमार्गव्यवस्थिते व्रजे भक्तार्थं प्रविशतो गमनप्रतिघात उक्तः, इदानीमनुकूलमार्गव्यवस्थिते
=
=
.
થી ૩૯૫T.