________________
શ્રી ઓઘ-વ્યું
નિયુક્તિ
| ૪૪૯
ગામની તરફ મુખ રાખીને બેસવું જોઈએ. જ્યારે, તે સાધુઓ પીઠ દઈને બેસે. (૪) સુર્યને અભિમુખ બેસવું જોઈએ. તે સાધુઓ સૂર્યને પીઠ દઈને બેસે.
આમ ઉપર કહ્યા પ્રમાણે ખોટા આચારો કરતા હોય. તથા (૫) મળ વોસિરાવ્યા બાદ ઘણા પાણી વડે પ્રક્ષાલન કરે. ગાથામાં છેલ્લે સુન્ને શબ્દ છે, એ તો આ દ્રવ્યથી બાહ્યપ્રત્યુપેક્ષણા ચાલે છે. એમ દ્વારા સૂચવવા માટે છે. આમ આ તો દ્રવ્યથી બાહ્યપ્રત્યુપેક્ષણા બતાવી દીધી.
પ્રશ્ન : ૯૧મી ગાથામાં અભ્યત્તર પ્રત્યુપેક્ષણાનો પહેલા ઉપન્યાસ કર્યો છે. તો પછી પ્રથમ તેનું જ વ્યાખ્યાન કરવું મ યોગ્ય છે. બાહ્યનું વ્યાખ્યાન પહેલા કરવું યોગ્ય નથી.
સમાધાન : જુઓ. પહેલા બાહ્ય જ પ્રત્યુપેક્ષણા થાય છે. પછી અભ્યત્તર પ્રપેક્ષણા થાય છે. માટે પહેલા બાહ્યાનું જ વ્યાખ્યાન કરાય એ યોગ્ય છે.
પ્રશ્ન : જો એમ હોય તો ૯૧મી ગાથામાં બાહ્ય પ્રત્યુપેક્ષણાનો જ પહેલા ઉપવાસ કરવો જોઈએ ને ? સમાધાન : “અભ્યન્તરપ્રત્યુપેક્ષણા પ્રધાન છે.” એ દર્શાવવા માટે તેનો પહેલા ઉપન્યાસ કરેલો છે. આમ બાહ્ય પ્રત્યુપેક્ષણા દ્રવ્યથી બતાવી દીધી.
નિ.-૯૯
all ૪૪૯IL