________________
શ્રી ઓઘ-યા
ઘનિર્યુક્તિ-૧૦૨: ગાથાર્થ: ઘરોમાં પ્રવેશ, નિમિત્ત પુછાય, અનેષણા કરાય. તેઓ કહે કે અમારા સાધુઓ આવા સ્થા નિર્યુક્તિ નથી. અમારા સાધુઓ તો કહે છે. તમે કુકડા જેવા છો. વેશ્યાદિની નજીકમાં ઉપાશ્રય હોય.
ટીકાર્થ : સાધુ ઉપાશ્રયની નજીકના ઘરોમાં ભિક્ષા માટે પ્રવેશે અને ત્યાંના ગૃહસ્થો એને નિમિત્તની પૃચ્છા કરે (આજે | // ૪૫૪ - શું થશે? ભવિષ્યમાં શું થશે ? વગેરે) તથા ગૃહસ્થો આધાકર્માદિદોષો પણ ઉભા કરીને અનેષણા-દોષિતગોચરી કરી નાંખે. .
આવા વખતે સાધુ એમને નિમિત્ત ન કહે, દોષિતગોચરી થતી હોય તો એમને અટકાવે. આવું થાય એટલે તે ગૃહસ્થ આ જ કહે કે અમારા સાધુઓ આવા નથી કે તેઓ નિમિત્તકથનની અને દોષિત ગોચરીની ના પાડે. પરંતુ તેઓ તો નિમિત્ત કહે છે અને અનેષણીય પણ લે છે.
નિ.-૧૦૨ ધ એ ગૃહસ્થ આ સાધુને માટે એમ પણ બોલે કે “આ કૂકડા જેવો છે.” (કૂકડો સવારે અવાજ કર્યા જ કરે, એમ આ પણ | સાધુ પણ વધારે પડતો ડાહ્યો છે...”)
આ રીતે ભિક્ષા માટે ફરતા આ સાધુએ અભ્યત્તરદ્રવ્યપ્રત્યુપેક્ષણા કરી લીધી.
હવે તો ઉપાશ્રયની દૂર જ ઉભો રહેલો સાધુ ઉપાશ્રયની પ્રત્યુપેક્ષણા કરે. તે આ પ્રમાણે-દાસી-વેશ્યા વગેરેના ઘરની પાસે જ ઉપાશ્રય હોય. ઃિ શબ્દથી એ પણ સમજવું કે ચરિકા વગેરે = ચૌટા વગેરેની પાસે હોય. (જે ચોકમાં ગામના બધા લોકો સવાર-સાંજ ભેગા થઈને ગામ-ગપાટા મારતા હોય તેના સ્થાનો અહીં વરિા શબ્દથી ઓળખાય.)
/ ૪૫૪ || આ ઉપાશ્રયની બહારની એવી અભ્યન્તરપ્રત્યુપેક્ષણા દ્રવ્યથી બતાવી.
'