________________
શ્રી ઓધ-હ્ય
- આ જ વાત કહે છે કે – નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૧૦૮: ટીકાર્થ : સાધુ નિત્યવાસી વગેરેમાં વસે, આદિ શબ્દથી સમજી લેવું કે સંવિગ્ન-અસાંભોગિકોમાં
પણ વસે. (અહીં આદિ શબ્દથી પાસત્યાદિ ન લેવા. તેઓનું વિધાન આગળ કરશે.) | ૪૬૭ll
= પ્રશ્ન : ત્યાં કેવી રીતે રહે ? v સમાધાન : તે નિત્યવાસી વગેરેએ ઉપાશ્રયનો જે ભાગ વાપરેલો ન હોય- વાપરતા ન હોય, તે ભાગમાં પોતે રહે. (ટુંકમાં ઉપાશ્રયમાં જ્યાં નિત્યવાસીઓ કે અસાંભોગિકો અવરજવર ન કરતા હોય, તે ભાગમાં આ સાધુ બેસે-રહે) આ નિત્યવાસી વગેરે સાધુઓ બે પ્રકારના હોઈ શકે, સાધ્વીજીઓવાળા અને સાધ્વીજીઓ વિનાના. આ સાધુ આવા
| નિ.-૧૦૮ આ પ્રકારના સાધુઓમાં રહે, (બેમાંથી ગમે તે સાથે રહે એમાં ઝાઝો ફર્ક નથી. પણ,) હવે જે સાધ્વીજીઓવાળા સાધુઓ છે, આ તે બે પ્રકારના હોય છે. (૧) કાલચારી સાધ્વીજીઓવાળા (૨) અકાલચારી સાધ્વીજીઓવાળા.
એમાં કાલચારી સાધ્વીજીઓવાળામાં તો રહે જ, એમાં કશો વાંધો નથી. પ્રશ્ન : કાલચારી સાધ્વીજીઓ એટલે શું ? એમાં કાળ તરીકે કયો કાળ લેવો ?
સમાધાન : તે સાધ્વીજીઓ પાક્ષિક ક્ષમાપના કરવા માટે અથવા સ્વાધ્યાય-વાચનાદિ માટે જ સાધુઓના ઉપાશ્રયમાં આવતા હોય. આ બે કાળ એ કાળ ગણાય. એ સિવાયનો બધો જ અકાળ ગણાય. આ બેકાલમાં જ સાધુઓના ઉપાશ્રયમાં
વૌi ૪૬૭I જનારા સાધ્વીઓ કાલચારી સાધ્વી કહેવાય, જ્યારે એ સિવાયના કાળમાં પણ સાધુઓના ઉપાશ્રયમાં જનારા સાધ્વીઓ