________________
1
નિર્યુક્તિ
ભા.-૫૩
શ્રી ઓઘ-ય
ન તવ, અર્વ ‘fમ 'ત્તિ મર્મરૂપ થના.
ચન્દ્ર. ત્યાં પ્રવેશેલો સાધુ ભિક્ષાદોષોને કહેતો આ પ્રમાણે કહે કે – ૪૧૬ |
ઓઘનિર્યુક્તિ-ભાગ-૫૩ : ગાથાર્થ : ઉદ્દગમ, એષણા દોષોનું કથન કરે. અમારે માટે કંઈ ન કરવું. વિધિદાન કરવું. આ આરંભ કોના માટે છે ? બાળકો કહે કે તમારા માટે આ છે, તમે મહેમાન છો.
ટીકાર્થ : સાધુ ત્યાં આધાકર્મ વગેરે ઉદ્ગમદોષોનું નિરૂપણ કરે, તથા ૧૦ એષણાદોષોનું નિરૂપણ કરે. (ઉત્પાદનના ના ૧૬ દોષો તો સાધુ થકી જ ઉત્પન્ન થતા હોવાથી શ્રાવકને એ અત્યારે ન સમજાવે તો પણ ચાલે.)
આ કહ્યા બાદ જો શ્રાવકને ત્યાં આરંભ-સમારંભ થતો દેખાય તો એ જોઈને આ પ્રમાણે બોલે કે “અમારા માટે કોઈપણ આહારવિધિ ન કરવી. પરંતુ અમને વિધિદાન જ કરવું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે વિધિપૂર્વક ગ્રહણ કરેલ અને વિધિપૂર્વક I અપાયેલદાન એ લેનાર અને આપનાર બેયને ઘણા ફળવાળું થાય છે.” (વિધિપૂર્વક એટલે ૪૨ દોષ રહિત ગોચરી 'મને વહોરાવવી અને સાધુએ પણ તેવી જ વહોરવી.)
હવે ક્યારેક એવું બને કે શ્રાવક સ્પષ્ટ વાત ન કરે કે “આ આરંભ તમારા માટે છે.’ પણ ગલ્લા-તલ્લા કરે. તો પછી આ ત્યાં જે નાના બાળકો હોય તેને સાધુ પુછે કે “એ બધો આરંભ કોના માટે થાય છે?” બાળકો તો અજ્ઞાની હોવાથી જે સત્ય
હકીકત હોય તે કહી દે. તેઓ કહી દે કે “તમારા માટે આ આરંભ છે, કેમકે તમે મહેમાન છો.”
૪૧૬ો.