________________
શ્રી ઓઘ-ય નિર્યુક્તિ
છે ૩૮૯il
હવે જો ષટકાયની વિરાધના અટકાવવા સ્થડિલના તીવ્ર વેગને અટકાવે, રોકી રાખે તો મરણ થાય. (તાત્કાલિક મરણ ન થાય તો પણ આ રીતે સ્થડિલનો વેગ રોકવાથી શરીરમાં લાંબા ગાળે નાના-મોટા નુકશાનો તો થાય જ.)
વળી સાધુ દૂધ પીએ એટલે એને કાંજી સાથે વિરોધ થાય. પ્રશ્ન : પણ એણે અત્યારે કાંજી પીધી જ નથી. પછી વિરોધ શી રીતે ?
સમાધાન : સાધુઓ મોટા ભાગે કાંજીનો જ વપરાશ કરતા હોય. એટલે એનું આખું શરીર કાંજીના અંશોથી ભાવિત // હોય. એટલે જ હવે એ દૂધ વાપરે તો શરીરમાં રહેલા કાંજીના અંશો અને અત્યારે વાપરેલું દૂધ ભેગા થવાથી બે વિરોધી ના
'ક દ્રવ્યો ભેગા થવાથી ખજવાળ વગેરે અનેક ઉપદ્રવો ઉત્પન્ન થવાની શક્યતા છે.
નિ.-૮૬ અથવા તો વિરોદ પદનો અર્થ આ રીતે પણ કરી શકાય કે દ્રવ એટલે પાણી. હવે સાધુ વારંવાર થંડિલ જાય છે. | ઉતાવળને લીધે ગમે ત્યાં બેસે છે, એટલે એવા સ્થાનમાં ગૃહસ્થની નજર પણ પડવાની. એટલે સાધુએ ગૃહસ્થની સામે તો T મળશુદ્ધિ માટે પાણીનો ઉપયોગ કરવો જ પડે, જો ન કરે તો પ્રવચનહીલના થાય. (અને વારંવાર પાણીનો ઉપયોગ કરે તો | એક તો પાણી ખાલી થઈ જવાથી પછી અંડિલાદિ જવામાં પાછી મુશ્કેલી થાય, વળી વધુ પાણી વાપરવું જ પડવાનું. હા. ના છુટકે પાણી વધુ વાપરવું જ પડે તો એ દોષ નથી, પણ પ્રયત્ન તો એ જ કરવો ને ? કે વધુ પાણી વાપરવાનો અવસર જ ન આવે. અને એ માટે તો દૂધ ન વાપરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.)
' ૩૮૯ો . અથવા વવરોધનો અર્થ એ પણ થાય કે પાણીનો વિનાશ. તે એ રીતે કે દૂધ વગેરે પીધેલું છે. એટલે એને તરસ
હૈ