________________
શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ
| ૧૭૨ ll
ઘરો વિશિષ્ટવસ્તુ માટે જ જુદા તારવવામાં આવે...તે સ્થાપનાકુલ. તેનું વર્ણન આગળ આવશે.)
પ્રશ્ન : આ દોષાન કોણ લાવે ? સમાધાન : જેઓ રોજ ભિક્ષા માટે પર્યટન ન કરતા હોય તેઓ લાવે. પ્રશ્ન : કેમ તેઓ લાવે ?
સમાધાન : તેઓ રોજેરોજ ગોચરી ન જતા હોય, એટલે આજે જાય તો ગૃહસ્થો એમને આદરથી વહોરાવે. (અને " અત્યારે જનારા સાધુને ગોચરી આપવાની હોવાથી ઉતાવળ હોય એટલે ઝડપથી બધી ભિક્ષા મળી રહે તે જરૂરી છે.)
૧૩ પ્રશ્ન : ‘તેમણે કેવા પ્રકારનું ભોજન લાવવું?'
સમાધાન : ઘી વગેરે સ્નિગ્ધ દ્રવ્ય અને દૂધ આ બે સિવાયનું ભોજન તેઓ ગ્રહણ કરે. તથા તેલ ન લે કેમકે તે મા અમાંગલિક છે. ધી ન લે કેમકે ઘી (જલ્દી ન પચે એટલે) પરિતાપનું કારણ બને. દૂધ ન લે કેમકે એ ભેદક=ઝાડા કરાવી . દેનાર બને. વળી દૂધ કાંજી સાથે વિરોધી દ્રવ્ય છે અને સાધુઓ લગભગ કાંજી જ વાપરનારા હોય. એટલે એમનું શરીર પણ કાંજીથી ટેવાયેલું હોવાથી જો દૂધ વાપરે તો બે વિરોધી દ્રવ્ય શરીરમાં ભેગા થવાથી રોગાદિ ઉત્પન્ન થાય.
પ્રશ્ન : તો પછી શું ગ્રહણ કરે ? વહોરે ? સમાધાન : દહીં, સાથવો (સેકેલા જવ વગેરેનો લોટ) વગેરે.
વ ૧૭૨ ..