________________
નિર્યુક્તિ
શ્રી ઓઘ-ય
ચન્દ્ર.: પ્રશ્ન : જંઘાઈ હોય તો તો બરાબર પણ નાભિપ્રમાણ કે એનાથી પણ વધુ પાણી હોય તો ત્યાં તો આ વિધિથી ઉતરી ન શકાય. તો ત્યાં શું સામાચારી છે ?
સમાધાન : ત્યાં || ૨૫૦ | -
ઓઘનિર્યુક્તિ-૩૫ ગાથાર્થ : નિર્ભય હોય, તો ગૃહસ્થોની પાછળ ઉતરે, ચોલપટ્ટો ઉંચો કરતો જાય. સભય હોય કે F. અથાગ પાણી હોય તો કેટલાક ગૃહસ્થો ઉતર્યા બાદ ચોલપટ્ટાને ગાઢ કરે. | ટીકાર્થ : પાણી એવું હોય કે ઉતરનારાને ઘસડીને ખેંચી ન જાય અર્થાત્ શાંત હોય અને સાપ વગેરેથી રહિત હોય તો તે નિ.-૩૫ એવા નિર્ભયપાણીમાં જ્યારે ઉતરવાનું હોય ત્યારે પહેલા બધા ગૃહસ્થો અને સ્ત્રીઓને પાણીમાં ઉતરવા દેવા. બધા ઉતર્યા બાદ પછી સાધુ બધાની પાછળ પાણીમાં ઉતરે. શરુઆતમાં તો પાણી ઓછું જ હોય, પછી પાણી વધતું જાય. ચોલપટ્ટો ભીનો
થાય ત્યાં સુધીનું પાણી વધે ત્યારે હવે ધીમે ધીમે ચોલપટ્ટો ઉંચો ઉંચો કરતો ચાલે. જેટલું પાણી વધે એટલો ચોલપટ્ટો ઉંચો ઓ કરે(આજ કારણસર એ સૌથી પાછળ ઉતરે, જો એ પહેલા કે વચ્ચે નદીમાં ઉતરે તો એની પાછળ પણ ગૃહસ્થો હોય ત્યારે
આવી રીતે ચોલપટ્ટો ઉંચો કરી કરીને ચાલવું અત્યંત અનુચિત લાગે, જો આ રીતે ચોલપટ્ટો ઉંચો ઉંચો ન કરે તો (૧) - ચોલપટ્ટો ભીનો તો થાય જ (૨) ભીનો ચોલપટ્ટો પાણીના પ્રવાહમાં તણાઈ પણ જાય. તે વખતે કંદોરો ન હતો. આ રીતે ઢી ધીમે ધીમે ચોલપટ્ટો ઉંચો કરવામાં કશો વાંધો ન આવે. શરીરનો ભાગ તો પાણીમાં જ ઢંકાઈ જવાનો.)
all ૨૫૦ હવે જો એ પાણી ભયવાળું હોય અથવા તો વધારે ઉડું હોય અથાગ હોય તો પછી અહીં છેલ્લે ઉતરવું સારું નહિ. કેમકે