________________
શ્રી ઓધ થ નિર્યુક્તિ
|| ૩૧૮
ण
म
n
દ્વાર શરુ થાય છે” એ દર્શાવનાર શબ્દ છે.
(૧) ક્યારેક એવું બને કે તે ગામમાં પ્રવેશેલો સાધુ આવું સાંભળે કે, “આ ગામમાં ગ્લાન સાધુ છે.” અને તેથી તે સાધુ તેની સેવા કરે. તે સેવામાં પરલોકસાધક ગુણો કર્મનિર્જરા-પુણ્યબંધાદિ કેમ ન થાય ? શાસ્ત્રના આ વચનો તદ્દન સાચા છે કે “જે ગ્લાનની સેવા કરે છે. તે મારી (ભગવાનની) સેવા કરે છે. જે મને સેવે છે તે ગ્લાનને સેવે છે.” આ વચનોથી સિદ્ધ થાય છે કે ગ્લાનસેવક સાધુ પારલૌકિક ગુણો પામે.
(૨) ક્યારેક એવું બને કે તે ગામમાં દેરાસર હોય, તેને વાંદવામાં પુણ્યની પ્રાપ્તિ થાય.
(૩) કદાચ ત્યાં વાદી હોય તો આ હોંશિયાર સાધુ તેને હરાવે.
(૪) ત્યાં સાધુ વગેરેનો શત્રુ હોય અને એ શત્રુ આ આગન્તુક હોંશિયાર સાધુના દર્શનથી જ શાંત થઈ જાય. આવું થવાનું કારણ એ કે આ સાધુ આવા પ્રકારની લબ્ધિથી સંપન્ન હોય.
(આચાર્ય ગમે તેવા સાધુને એકાકી ન મોકલે, ગીતાર્થ-અત્યંત પરિપક્વને જ મોકલે. એટલે એનામાં શત્રુઓને ઢીલા પાડી દેવાની લબ્ધિ-શક્તિ હોવી સુસંભવિત છે.)
આ ઐહિકગુણો અને પારલૌકિક ગુણો રૂપ દ્વાર પૂર્ણ થયું. (ટીકાકારે આ બેને એક જ દ્વાર તરીકે ગણ્યા છે.)
वृत्ति : अथ पृच्छाद्वारं, तत्र द्विविधा पृच्छा विधिपृच्छा अविधिपृच्छा च, अविधिपृच्छामाह
નિ.-૬૪
더
라
at 11 392 11
H