________________
સ
નિ.-૭
શ્રી ઓઘ ચ સંઘાટક બનાવી ગમન કરવું. નિર્યુક્તિ 1 ટીકાર્થ : આ રીતે ગ્લાનની સેવાની વાત કરી. હવે જો આ ગ્લાન કારણિક હોય એટલે કે ગાઢ કારણસર જ એકલો
v પડી ગયો હોય અને માંદો થયો હોય તો પછી એ જેવો સાજો થાય કે તરત તેને તેના ગ૭ પાસે મોકલી દેવો. | ૩૪૫ ll - હવે જો આ આગન્તુકને જે દિશામાં જવાનું છે, એજ દિશામાં ગ્લાનનેય જવાનું હોય તો પછી બેયના ગમનની દિશા
- એકજ હોવાથી વૈયાવચ્ચી સાધુ તે ગ્લાનની સાથે જાય... જ આ રીતે સાંભોગિક, ગ્લાન, એક, કારણિકનું વર્ણન થઈ ગયું. અસાંભોગિક ગ્લાન કારણિક એક પણ આ જ પ્રમાણે સમજવો.
હવે જો આવો ગ્લાન નિષ્કારણિક હોય, એટલે કે કોઈ વિશેષ કારણ વિના પોતાની ઈચ્છા મુજબ જ એકલો પડી ગયેલો ભ| ' હોય તો એને શાસ્ત્રનો ઉપદેશ આપવા પૂર્વક સખત ઠપકો આપવો. (એકાકી ન રહેવાય, ઈત્યાદિ દર્શાવનારા શાસ્ત્રપાઠો એને કહેવા અને ઠપકો આપવો.) અને આ રીતે ઠપકો પામેલા તેને પછી પોતાની સાથે બીજા સાધુ તરીકે કરી લે. અને આમ સંઘાટક બનીને ત્યાંથી ગમન કરે.
આ રીતે સાંભોગિક અને અસાંભોગિક સંયતને વિશે એક-અનેક તથા કારણિક-નિષ્કારણિકની યતના બતાવી દીધી. હૈ અર્થાત્ સાંભોગિકો અનેક હોય ત્યારે, સાંભોગિક એક હોય પણ કારણિક હોય ત્યારે, સાંભોગિક એક હોય અને નિષ્કારણિક
હોય ત્યારે આગન્તુક એકાકી સાધુએ શું શું કરવું? એ બધી વાત કરી. તથા એ જ મુજબ અસાંભોગિકમાં ય અનેક, કારણિક
થી
૩૪૫]